ETV Bharat / state

Surat Crime 2022: ડાયમંડ સીટીને ગુનાઓથી ઝાંખી પાડતી અપરાધની ઘટનાઓ - Surat Crime flashback 2022

સુરત શહેરમાં 2022માં, અપરાધની આવી ઘણી ઘટનાઓ બની, (look back 2022) જેણે સમગ્ર શહેરને હચમચાવી નાખ્યુ હતુ. અત્યાર સુધી કોઈ માનતું નથી કે, જેઓ એક સમયે સાથે રહેતા હતા તેમની અચાનક નિર્દયતાથી હત્યા કરવામાં (Grishma Murder case) આવી હતી. ચાલો આ વર્ષની સુરતની સૌથી મોટી ગુનાહિત (Surat Crime Look Back 2022) ઘટનાઓ પર એક નજર કરીએ.

Surat Crime 2022
Surat Crime 2022
author img

By

Published : Dec 31, 2022, 1:08 PM IST

સુરત: શહેરમાં 2022 (Surat Crime Look Back 2022)ના વર્ષમાં અને કપરાદી ઘટના બની હતી જે સમાજને હજમચાવી લેનાર હતી ત્યારે સુરત પોલીસ કડક કાર્યવાહી અને કોર્ટ દ્વારા પણ મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: look back 2022: આ વર્ષની 10 મોટી ગુનાહિત ઘટનાઓ, જેણે માનવતાને આંચકો આપ્યો

ગ્રીષ્મા હત્યાકાંડમાં આરોપીને ફાંસીની સજા: કામરેજ- પાસોદરામાં તા. 12મી ફેબ્રુઆરીના રોજ એક તરફી પ્રેમમાં પડેલા આરોપી ફેનીલ ગોયાણીએ સરેઆમ ગ્રીષ્મા વેકરીયાની ગળે ચપ્પુ હુલાવીને હત્યા કરી હતી. તે પહેલાં આરોપી ફેનીલને સમજાવવા ગયેલા ગ્રીષ્માના કાકા સુભાષભાઈ તથા ભોગ બનનાર ગ્રીષ્માના ફરિયાદી ભાઈ ધ્રુવ વેકરીયા પર પણ આરોપી ફેનીલે ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસમાં સંડોવાયેલો આરોપી ફેનીલ ગોયાણી વિરુદ્ધ માત્ર 69 દિવસોની સ્પીડી ટ્રાયલ પૂરી થઈ. તા.21મી એપ્રિલના રોજ કોર્ટે સરકાર પક્ષે મુખ્ય જીલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ કુલ 190 પૈકી 85 સાક્ષી ડ્રોપ કરીને 105 સાક્ષીઓની જુબાની લઈ સરકારપક્ષનો કેસ નિ:શકપણે પુરવાર કરતા આરોપી ફેનિલને હત્યા,હત્યાના પ્રયાસ સહિતના તમામ ગુનામાં દોષી ઠેરવ્યો હતો અને ફાંસી ની સજા કરી હતી.. (role back 2022)

આ પણ વાંચો: એક તરફી 'લવ' બાદ મળ્યું 'મોત'!

પોલીસ કમિશ્નરેનો ડ્રગ્સ ઇન સિટી ઝુંબેશે હેઠળ કરોડોનું ડ્રગ્સ બરામદ: શહેરના પોલીસ કમિશનર અજયકુમાર તોમરે ઇન સુરત સીટીની ઝુંબેશ શરૂ કર્યા બાદ ક્રાઇમ બ્રાન્ચ, એસ.ઓ.જી અને વિવિધ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા આ માટે કડક કાર્યવાહી શરૂ કરાઇ હતી. છેલ્લા એક વર્ષમાં પોલીસે કરોડો રૂપિયાના ડ્રગ્સને ઝડપી પાડી મોટુ નેટવર્ક તોડી પાડ્યું હતું. છેલ્લા છ મહિનામાં જ લગભગ પુણા સારોલી પાટીયા પાસે મુંબઈથી ઘુસાડવામાં આવતા ડ્રગ્સના બે મોટા જથ્થા પકડી પાડવામાં આવ્યા હતા. જેમાં દોઢ દોઢ કરોડથી પણ વધારે ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. (Surat flashback 2022)

આ પણ વાંચો: સુરત ડ્રગ્સ મામલે મોટી સફળતા, માદક પદાર્થ બનાવવાની લેબોરેટરી પકડાઈ

ગુજસીટોક હેઠળ 9 જેટલી કુખ્યાત ગેંગ પાંજરે પુરાઇ: અજયકુમાર તોમરે શહેરના પોલીસ કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ તેમણે સૌથી પહેલું કામ શહેરમાં આતંક મચાવી રહેલી કુખ્યાત ગેંગની કુંડળીઓ કઢાવી હતી. અને ત્યાર પછી તો તેમને એક પછી એક નવ જેટલી મોટી ગેંગ જેમની સામે હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ, ખંડણી, આર્મ્સ એક્ટ અને અપહરણ સહિતના ગુનાઓ નોંધાયા હતા. તેવી એક કે બે નહીં નવ જેટલી ગેંગની સામે ગુજસીટોક કાયદાનું હથિયાર ઉગામ્યું હતું. અને આ ગેંગના ૭૦ થી પણ વધારે આરોપીઓને જેલમાં પુર્યા હતા. (Surat Crime News)
આ પણ વાંચો: દ્વારકામાં ગુજસીટોકનો પ્રથમ કેસ: ખૂંખાર બિચ્છુ ગેંગ સામે ગુજસીટોકનો ગુનો

કારીગરે કારખાનેદાર, પુત્ર અને સંબંધીની હત્યા કરી: સુરત શહેરમાં વર્ષના અંતમાં સૌથી ખોફનાક ઘટના બની હતી. અને આ ઘટનાએ સમગ્ર વર્ષ દરમિયાન થયેલા તમામ ક્રાઇમને પાછો પાડી દીધી હતી. અમરોલી વિસ્તારમાં આવેલા કારખાનેદાર અને તેના પુત્ર તથા સંબંધીને બે કારીગરોએ મોતને ઘાટ ઉતાર્યા હતા. અને હત્યા પાછળનું કારણ માત્ર એટલું હતું કે આ કારખાનેદારે નાઈટ ડ્યુટીમાં ઊંઘી રહેલા કારીગરને ફટકાર આપી હતી. જે બાબતે તેમની વચ્ચે બોલાચાલી થઈ અને ક્રૂરતા પૂર્વક કારીગરે કારખાનાના માલિક તેના પુત્ર અને સંબંધીને ચપ્પુના ઘા મારી પતાવી દીધા હતા. (Surat Crime flashback 2022 )

આ પણ વાંચો: કારીગરને કામ પરથી છુટ્ટો કરી દેતા માલિક સહિત ત્રણ લોકોને પતાવી દીધા, સમગ્ર ઘટના CCTVમાં કેદ

પાકિસ્તાન માટે જાસુસી કરનાર ઝડપાયો: સુરતમાંથી દેશદ્રોહી દીપક સાળુકેનું પાકિસ્તાનના જાસુસ (Pakistani ISI Agent) સાથેનું ક્નેક્શન સામે આવ્યું છે. દીપકે પ્રદીપ બનીને પાકિસ્તાન રહેલા હમીદ સાથે વાતચીત કરી હોવાની વાત પણ સામે આવી છે. સુરત SOGએ ઊંડી તપાસના અંતે શોધી કાઢ્યું હતું કે, તે વોટ્સએપ એપ્લિકેશન મારફતે ચેટિંગ કરી રહ્યો હતો. જેમાં તેણે ભારતીય આર્મીની (Indian Army Situation pokhran) પોખરણમાં રહેલી સ્થિતિની તસવીર શેર કરી હતી. નવેમ્બર મહિના સુધી કરેલા ચેટિંગમાંથી દેશદ્રોહને લગતા સંખ્યાબંધ પુરાવાઓ પોલીસને હાથ લાગ્યા છે.

આ પણ વાંચો: દેશદ્રોહી પ્રવૃત્તિમાં સુરતના શામેલ દીપક સાળુકે કોર્ટમાં રજૂ

સોસિયલ મિડીયાના સાઈબર ક્રાઈમ : સોસિયલ મિડીયાના સમયમાં વધતા સાઈબર ક્રાઈમ સામે સાયબર પોલીસે છેલ્લા એકાદ વર્ષમાં રાજ્ય, આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય 9 સાયબર ગેંગનો પર્દાફાશ કર્યો હતો. અને સાયબર ફ્રોડના 40 થી વધારે આરોપીઓને પકડી પાંજરે પુર્યા હતા. સોશિયલ મીડિયા અને મોબાઇલના યુગમાં સૌથી વધારે ફ્રોડ સાઇબર ક્રાઇમના થઈ રહ્યા છે. ત્યારે સુરત શહેર પોલીસે સાઈબર ક્રાઈમ ઉપર વિશેષ ધ્યાન આપ્યું હતું. પોલીસ કમિશનર અજયકુમાર તોમરે સાઇબર ક્રાઇમ પર વિશેષ ધ્યાન આપતા પોલીસ સ્ટેશનને આધુનિક બનાવવા માટે દરકાર લીધી હતી. અને સાયબર ક્રાઇમ પોલીસને સાયબર ફ્રોડ અને સાઇબર ક્રાઇમના બનતા અલગ-અલગ કેસમાં ઝડપી ડિટેકશન કરવા સૂચના આપી હતી. અને બસ ત્યારબાદ સાયબર ક્રાઈમ પોલીસે એક પછી એક રાજ્ય, આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સાયબર ગેંગનો પર્દાફાશ કર્યો હતો. સાઇબર ક્રાઇમ દ્વારા સાયબર સંજીવની અભિયાન પણ હાથ ધરાયું હતું. અને આ મહાઅભિયાનમાં પણ સાયબર પોલીસને ખૂબ મોટી સફળતા મળી હતી.

આ પણ વાંચો: સુરતમાં વીડિયો કોલ પર યુવતીને બિભત્સ ચેનચાળા કરનારા આરોપીની ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.