- રહેણાક મિલકતમાં 50 ટકા અને બિન રહેણાક મિલકતોમાં 25 ટકા રાહતની માગ
- સ્વામી વિવેકાનંદ યુવક સંઘ દ્વારા પાઠવવામાં આવ્યું આવેદન
- પાલિકા પ્રમુખને પાઠવવામાં આવ્યું આવેદનપત્ર
સુરત: બારડોલી નગરપાલિકામાં આગામી વર્ષ 2021-22ના વેરામાં રાહત આપવાની માગ સાથે સ્વામી વિવેકાનંદ યુવક સંઘ દ્વારા પ્રમુખને આવેદનપત્ર પાઠવાવમાં આવ્યું છે.
શહેરમાં મોટા ભાગે મધ્યમ વર્ગના લોકો વસવાટ કરે છે
આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે ધંધા રોજગાર પર માઠી અસર થવાથી લોકોની આર્થિક સ્થિતિ પણ નબળી થઈ છે. ખાસ કરીને બારડોલીમાં મોટા પ્રમાણમાં મધ્યમ વર્ગના લોકો વસવાટ કરે છે. બારડોલીથી માત્ર 33 કિમી દૂર આવેલી સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વસતા લોકોને 50 ટકા રહેણાક અને 25 ટકા બિન રહેણાક મિલકતોના વેરામાં રાહત આપવામાં આવી છે. આવી જ રાહત બારડોલી નગરપાલિકા દ્વારા પણ આપવામાં આવે તેવી માગ આવેદનપત્રમાં કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ રાજકોટ મનપા દ્વારા વસુલાતા વેરામાં 50 ટકાની રાહત આપવા વિપક્ષની CMને રજૂઆત
નવસારી સાંસદ સી.આર.પાટીલની ભલામણ બાદ સુરતમાં આપવામાં આવી રાહત
પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલ દ્વારા સુરત મહાનગરપાલિકાને વેરામાં રાહત આપવામાં આવે તેવો ભલામણપત્ર લખવામાં આવ્યો હતો, પરંતુ બારડોલીના સાંસદ દ્વારા આવી કોઈ ભલામણ કરવામાં આવી નથી.
બારડોલીમાં પણ આવી રાહત આપવામાં આવે તેવી માગ
બારડોલીના સાંસદનું બારડોલી શહેરમાં ધ્યાન નહીં હોવાના આક્ષેપો થઈ રહ્યા છે, ત્યારે સ્વામી વિવેકાનંદ યુવક સંઘ દ્વારા પાલિકા પ્રમુખને આવેદનપત્ર પાઠવી વેરામાં રાહત આપવા વિનંતી કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ ભરૂચ નગર સેવા સદને મિલકત વેરામાં 20 ટકા સુધીની રાહત આપી