ETV Bharat / state

Leopard cub Seen in Mandvi : પીપરિયા ખજરોલી માર્ગ પર બાળ દીપડા ફરતાં હોવાથી વન વિભાગે સ્થળ તપાસ કરી - માંડવીમાં દીપડાના બચ્ચાં જોવા મળ્યાં

માંડવી વનવિભાગે રોડ પર ફરતાં બે બાળ દીપડાને લઇ સ્થળ મુલાકાત કરી હતી. માંડવીના પીપરિયા-ખંજરોલી માર્ગ પર બે બાળ દીપડા લટાર મારવા નીકળ્યા હોવાનો (Leopard cub Seen in Mandvi ) વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને લઈને વનવિભાગે (Mandvi Forest Department) સ્થળ મુલાકાત કરી હતી.

Leopard cub Seen in Mandvi : પીપરિયા ખજરોલી માર્ગ પર બાળ દીપડા નીકળ્યા લટાર મારવા નીકળ્યા

author img

By

Published : Dec 28, 2021, 5:36 PM IST

સુરતઃ જિલ્લાના માંડવી, ઉમરપાડાના ગામડાઓમાં અવારનવાર દીપડાઓ શિકારની શોધમાં પોતાની હદ છોડી માનવ વસતીના રહેણાંક વિસ્તારમાં આવી જતા હોય છે અને પાળતુ પશુઓનો શિકાર કરતા હોય છે, ત્યારે હાલ માંડવી તાલુકાના પીપરિયા ખજરોલી માર્ગ પર બે બાળ દીપડાઓ લટાર મારવા (Leopard cub Seen in Mandvi ) નીકળ્યાના દ્રશ્યો મોબાઇલ કેમેરામાં કેદ થઈ ગયા હતાં અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

માંડવીના વન વિભાગ દ્વારા બંને બાળ દીપડાની ખરાઈ થઈ

માંડવી વન વિભાગનો ખુલાસો

આ બાબતે ETV BHARAT ની ટીમે માંડવી વન વિભાગનો (Mandvi Forest Department) સંપર્ક કર્યો હતો. ખોડબા રાઉન્ડ ફોરેસ્ટર નેહાબેન ચૌધરીએ જણાવ્યું હતું કે વિડીયો જોતા આ વિસ્તાર પીપરિયા-ખજરોલી માર્ગ (Leopard cub Seen in Mandvi ) લાગી રહ્યો છે. વાયરલ વીડિયોને લઈને અમે અમારી ટીમ વીડિયોની ખરાઈ કરવા સ્થળ પર મોકલી આપી છે. હાલ તો અમે સ્થાનિકો સાથે ચર્ચા કરતા બાળ દીપડા દ્વારા કોઈપણ પશુને કે માણસને નુકશાન પહોચાડ્યું નથી. જો આગામી દિવસોમાં કઈ ઘટના બનશે તો પાંજરું મુકી બાળ દીપડાને પકડવામાં આવશે.

આ પણ વાંચોઃ નવસારીના સરૈયાથી અઢી વર્ષનો દીપડો પાંજરે પુરાયો

વધુમાં (Mandvi Forest Department) તેમણેે જણાવ્યું હતું કે હાલ ખેડૂતો પોતાના ખેતરમાં રહેલ શેરડીનું કટિંગ કરી રહ્યા છે. શેરડીના ખેતરમાં દીપડા રહેઠાણ કરતા હોય છે ત્યારે શેરડી કટિંગને લઈને દીપડાઓ (Leopard cub Seen in Mandvi ) ગ્રામ વિસ્તાર તરફ જતાં હોય છે.

આ પણ વાંચોઃ પાલીતાણાના ભંડારિયા ગામે દીપડાએ બાળકીને ફાડી ખાધી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.