- રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત
- દરરોજ ઓક્સિજન સિલિન્ડર રિફીલિંગ કરી આપવામાં આવે છે
- 50 ઓટોમેટિક ઓક્સિજન મશીન ગ્રામીણ વિસ્તારોમાં આપશે
સુરતઃ એક બાજુ શહેરમાં ઓક્સિજનની ભારે અછત જોવા મળી રહી છે ત્યારે બીજી બાજુ શહેરની અનેક સંસ્થાઓ અછતને દૂર કરવા માટે આગળ આવી છે. તેમાંથી એક લક્ષ્મીનાથ સેવા સમિતિ છે કે જેમણે અગ્રવાલ સેવા ટ્રસ્ટ સાથે મળીને સ્વખર્ચે 400 ઓક્સિજનના સિલેન્ડર ખરીદ્યા છે અને સુરત શહેરમાં હોમ ક્વોરેન્ટાઇન દર્દીઓને આ ઓક્સિજનના સિલિન્ડર નિઃશુલ્ક આપવામાં આવે છે.
17 ઓટોમેટિક ઓક્સિજન મશીન પણ લોકો માટે ખરીદ્યા
હાલ સુરતમાં ઓક્સિજનની અછત છે. જેથી આ સિલેન્ડર રિફીલિંગ કરવા માટે તેમને ભરૂચ અને અંકલેશ્વરના પ્લાન્ટ પર મોકલતા હોય છે એટલું જ નહીં ઓક્સિજનની વધારે જરૂરિયાતના પગલે તેમને ફુલ્લી ઓટોમેટિક 17 ઓક્સિજન મશીન પણ લોકો માટે ખરીદ્યા છે અને એ પણ નિ:શુલ્ક લોકોને આપ્યા છે. 5 મે સુધી ચીનથી વધારે 50 જેટલા ઓટોમેટીક ઓક્સિજન મશીન તેમણે મંગાવ્યા છે. જેથી ગુજરાતના જે વિસ્તાર કે જ્યાં રિફીલિંગની સમસ્યા છે અને ઓક્સિજન પ્લાન્ટ નથી. ત્યાંના લોકોને ઓક્સિજન મળી શકે એમ આ મશીન આપવામાં આવશે.
આ પણ વાંચોઃ મોરબીના ઉદ્યોગપતિ દર્દીના વ્હારે આવ્યાં, સારવાર માટે મંગાવ્યા ઈલેક્ટ્રીક ઓક્સિજન મશીન
200થી વધુ લોકોને કોરોના વેક્સિન રોજ આપવામાં આવે છે
સંસ્થાના પ્રમુખ સુશીલ બજાજે જણાવ્યું હતું કે, તેઓ લોકોની મદદ કરવા માટે ઓક્સિજન સિલિન્ડર સપ્લાય કરી રહ્યા છે. એટલું જ નહીં રિફીલિંગ પણ તેઓ દરરોજ કરીને આપે છે. વધુમાં વધુ લોકોને મદદ મળી રહે એ માટે રિફીલિંગની સમસ્યા ભવિષ્યમાં અડચણ ન બને આ માટે અમે ફુલ્લી ઓટોમેટિક ઓક્સિજન મશીન પણ લોકો માટે ખરીદ્યા છે. આવનારા દિવસોમાં વધુ 50 મશીનો તેમની પાસે આવી જશે. જેથી તેઓ વધારે લોકોની મદદ કરી શકશે. એટલું જ નહીં તેમની સંસ્થા દ્વારા દરરોજ 200થી વધુ લોકોને કોરોના વેક્સિન રોજ આપવામાં આવે છે અને શહેરના 150થી વધુ લોકોને કોરોના અંગેની દવાઓ પણ આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ EXCLUSIVE: દર્દીઓ ઓક્સિજનના બાટલા પરત નહિ કરે તો પોલીસની મદદ લેવી પડશે: બોલબાલા ટ્રસ્ટ