ETV Bharat / state

સુરતમાં નવદંપતીનું સરાહનીય કાર્ય, લગ્ન દરમિયાન “બચત જાગૃતિ અભિયાન" ની કરી શરૂઆત - સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ બચત જાગૃતિ અભિયાન

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા(Saurashtra Patel Seva Samaj) સમાજ સુરત તરફથી સંવત વર્ષ 2078ને બચત જાગૃતિ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે. ખૂબ જ સાદાઈથી આર્ય સમાજ લગ્ન વિધીથી લગ્ન કરી દાખલો બેસાડનાર યુગલ મૌલિક તથા નિધિના વરદ હસ્તે આજે દીપ પ્રાગટ્ય વિધિ કરી બચત જાગૃતિ અભિયાનનો પ્રારંભ થયો છે.

સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્રારા લગ્ન નિમિત્તે “બચત જાગૃતિ અભિયાન" ની શરૂઆત

author img

By

Published : Nov 10, 2021, 9:19 AM IST

  • સુરતમાં સમાજ કલ્યાણ માટે “બચત જાગૃતિ અભિયાન" ની શરૂઆત
  • શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ તરફથી બચત અંગે જનજાગૃતિ લાવવા માટે પ્રયાસ
  • નવયુગલના હસ્તે સમાજ કલ્યાણ માટે “બચત જાગૃતિ અભિયાન" ની શરુઆત

સુરતઃ શ્રી સૌરાષ્ટ્ર પટેલ ભવન(Saurashtra Patel bhavan) વરાછા રોડ ખાતે આર્ય સમાજ લગ્ન વિધિથી લગ્નગ્રંથિથી જોડાયેલ નવયુગલના હસ્તે સમાજ કલ્યાણ માટે “બચત જાગૃતિ અભિયાન"(Savings Awareness Campaign) સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં શરૂ કરવામાં આવ્યું છે. મોટીવેટર પ્રવચનનો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ(Guinness Book of World Records Surat) જેમના નામે છે એવા અશ્વિન સુદાણીના દીકરા મૌલિક તેમજ રમેશ રાજાણીની દીકરી નિધિએ સમજદારીથી લગ્ન નિમિત્તે ખર્ચના કરવાનું નક્કી કર્યું હતું.

કુલ 360 જેટલા કાર્યક્રમો કરવાનું આયોજન

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરતની એક યાદીમાં વધુ જણાવવામાં આવે છે કે, સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી આર્થિક બચત અંગે જનજાગૃતિ લાવવા માટે પ્રયાસ થશે. આગામી સમુહલગ્ન સમારોહનું બચતની થીમ આધારિત આયોજન થશે. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરત સાથે 200થી વધુ સેવા સંગઠનો જોડાયેલા છે. આ સંગઠનો દ્રારા કુલ 360 જેટલા કાર્યક્રમો કરવાનું આયોજન છે.

જાગૃતિ માટે વ્યાપક પ્રયાસ કરવાનું આયોજન

કારમી મોંઘવારી અને આકસ્મિક ખર્ચાને પહોંચી વળવા માટે બચત આયોજન ખૂબ જરૂરી છે. શિક્ષણ અને આરોગ્ય માટે મોટા ખર્ચાની બચત ન હોય તો પરિવાર દેવાના ડુંગર નીચે આવી જાય છે. નાણાકીય જાગૃતતા જ જીવનમાં સુખ-શાંતિ આપી શકશે. આથી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ તરફથી જાગૃતિ માટે વ્યાપક પ્રયાસ કરવાનું આયોજન છે.

આ કાયક્રમમાં સુરતના વિવિધ અગ્રણાઓ ઉપસ્થિત રહ્યા હતા

થોડા પરિવારજનોની હાજરીમાં લગ્નવિધિ સંપન્ન કરી હતી. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરત તરફથી વરઘોડિયાના માતા પિતાનું અભિવાદન કરાયું હતું. ત્યારે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરતના મંત્રી અરવિંદધડુક, સહમંત્રી કાંતિ ભંડેરી, લોક સમર્પણ બ્લડ બેન્ક ના પ્રમુખ હરિ કથીરીયા, વરાછા બેંકના ચેરમે ભવન નવાપરા, સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ રાજ્ય સ્થાપના દિવસ: જાણો આ 21 વર્ષોમાં ઉત્તરાખંડે શું ગુમાવ્યું અને શું મેળવ્યું

આ પણ વાંચોઃ ઓસ્ટ્રિયાના લિયોનોર ગીવેસ્લર ક્લાઈમેટ સમિટમાં ભાગ લેવા માટે ટ્રેન દ્વારા પહોંચ્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.