ETV Bharat / state

સુરતમાં મોડી રાતે ફાયરિંગ, ઘટના CCTV માં કેદ

સુરતના લાલગેટ વિસ્તારમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના સામે આવી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. જે વ્યક્તિ પર ફાયરિંગ થયું હતું તેને કોઇ જાનહાનિ થઇ નથી. આ સમગ્ર મામલે પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.

Firing in Surat
Firing in Surat
author img

By

Published : Aug 7, 2020, 1:08 PM IST

સુરત: શહેરના લાલગેટ વિસ્તારમાં રાત્રીના સમયે ફાયરિંગની ઘટના બની હતી. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. જોકે જે વ્યક્તિ પર ફાયરિંગ થયું હતું તેને કોઈ જાનહાની થઇ નથી. બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.

સુરતમાં મોડી રાતે ફાયરિંગ
સુરતના લાલગેટ પોલીસ સ્ટેશન પાસે રાત્રે 11.15 કલાકે ફાયરિંગનો બનાવ બન્યો હતો. જોકે તેમાં કોઇ જાનહાની થઈ ન હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, લાલગેટ વિસ્તારમાં ગુડ્ડુ નામના ઇસમ સાથે 3 થી 4 લોકોને બપોરના ઝઘડો થયો હતો. જોકે બપોરે ઝઘડો શાંત પડી ગયો હતો, પરંતુ રાત્રીના સમયે ગુડ્ડુએ આવી ઉસામા નામના યુવક પર ફાયરિંગ કર્યું હતું. સદનસીબે આ યુવકનો બચાવ થયો હતો.

ઉલ્લેખનીય છે કે, પોલીસ સ્ટેશનથી 100 મીટરના અંતરે ફાયરિંગ થયું હતું. ફાયરિંગ થતા વિસ્તારમાં નાસભાગ મચી હતી. પોલીસ સ્ટેશન નજીક હોવાથી પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે આવી હતી. મોડી રાત સુધી કોઈ પકડાયું ન હતું. હાલ આ સમગ્ર મામલે ચોકબજાર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.