સુરત : ડીજીડીએ અમેરિકાના ટેક્સાસમાં ડાર્લિંગ ઇન્ગ્રેડિયન્ટ્સ ઇન્ક અને વેલેરો એનર્જી કોર્પોરેશનનું (Valero Energy Corporation) સંયુક્ત સાહસ છે. એલ એન્ડ ટી ગુજરાતના હઝિરામાં સ્થિત લાર્સન એન્ડ ટુબ્રોના સંપૂર્ણ ઇન્ટિગ્રેટેડ, અદ્યતન, ડિજિટલી-સક્ષમ હેવી એન્જિનિયરિંગ (L and T Heavy Engineering) કોમ્પ્લેક્સમાં અમેરિકન અને યુરોપિયન ક્લાયન્ટ માટે આ પ્રકારના ત્રણ ગ્રીન ડિઝલ (Diamond Green Diesel) પ્રોજેક્ટનો અમલ કર્યા છે. એલ એન્ડ ટીમાં નિર્મિત રિએક્ટર્સ ગ્રીન ડીઝલ બનાવવા બાયોમાસનું પ્રોસેસિંગ કરશે. રિન્યૂએબલ ડિઝલનો ઉપયોગ હાલના ડિઝલ એન્જિનોમાં સુધારા વધારા કર્યા વિના થઈ શકશે. એનાથી પરંપરાગત ડિઝલ ઇંધણની સરખામણીમાં 80 ટકા સુધી ઓછા ગ્રીનહાઉસ વાયુનું ઉત્સર્જન ઘટશે.
કોવિડ 19ની બીજી લહેરની માઠી અસર
એલ એન્ડ ટીની એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય, હેવી એન્જિનીયરિંગના સીનિયર વીપી અને હેડ અનિલ પરબે કહ્યું હતું કે, “અમે આ મહત્વપૂર્ણ રિએક્ટર્સનો પુરવઠો પૂરો પાડવાની આ તક સાથે એલ એન્ડ ટીમાં વિશ્વાસ મૂકવા બદલ ડીજીડીનો આભાર માનીએ છીએ. આ ફાસ્ટ ટ્રેક ડિલિવરી પ્રોજેક્ટના (Fast Track Project Delivery) અણલ દરમિયાન ભારતને કોવિડ 19ની બીજી લહેરની માઠી અસર થઈ હતી. ઓક્સિજન અને અન્ય ઔદ્યોગિક વાયુઓનો પુરવઠો 45 દિવસ માટે અટકી ગયો હતો. આ સ્થિતિમાં અમારી ક્ષમતાની સંપૂર્ણ કસોટી થઈ હતી. આ સમસ્યાઓ વચ્ચે પણ અમારા સમયસર ડિલિવરી કરવાનો વિશ્વસનિય ટ્રેક રેકોર્ડ જળવાઈ રહ્યો હતો અને સતત ગ્રાહક સેવા પૂરી પાડવાની ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી.”
ઉત્સર્જનના ઉદ્દેશને પાર પાડવામાં મદદરૂપ
આ મહત્વપૂર્ણ ટેકનોલોજી નવી તકો ઊભી કરશે અને ક્લાયન્ટને કાર્બનના ઓછા ઉત્સર્જનના ઉદ્દેશને પાર પાડવામાં મદદરૂપ થશે. આ પ્રકારના રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટનો સફળ અમલી એલ એન્ડ ટીના ઇએસજી (પર્યાવરણ, સામાજિક અને વહીવટી) માળખાને અનુરૂપ એના ગ્રીન બિઝનેસ પોર્ટફોલિયોને (Green Business Portfolio) બહોળો બનાવવા એની વ્યૂહરચનાનો ભાગ છે.
DGD3 પ્રોજેક્ટ માટે સૌથી વધુ ઓર્ડર હતો
વેલેરોના સીનિયર વાઇસ પ્રેસિડન્ટ જોહન રોશે કહ્યું હતું કે, “અમે દરેક ડિલિવરીમાં ઉચ્ચ સ્તરીય સલામતી, ગુણવત્તા અને વિશ્વસનિય જરૂરિયાતો પૂરી કરવા આ જટિલ રિએક્ટર્સનું ઉત્પાદન કરવામાં એલ એન્ડ ટીના પારદર્શક અને પરિણામલક્ષી અભિગમથી પ્રોત્સાહિત છીએ. આ DGD#3 પ્રોજેક્ટ માટે સૌથી વધુ ઓર્ડર હતો અને એલ એન્ડ ટીએ કોવિડ-19 મહામારીના પડકારો વચ્ચે એનું વચન પાળ્યું હતું. અમે એલ એન્ડ ટીને કિંમતી સપ્લાયર અને ભવિષ્યમાં મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ માટે સંસાધન ગણીએ છીએ.”
આ પણ વાંચો: Surat Gas Leakage 2022l: સચીન GIDC ગેસ લીકેજની ઘટનામાં 360 ડિગ્રીથી કામ કરી રહ્યા છીએ: હર્ષ સંઘવી