સુરત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત (Gujarat Election 2022 Result) તો મેળવી જ છે. જોકે આ ચૂંટણીમાં અનેક એવા ઉમેદવારો છે, જેમના નસીબ ચમકી ગયા છે. આવી જ રીતે સુરતની માંડવી બેઠક (Mandvi Assembly seat) પરથી હળપતિ સમાજના ઉમેદવારનો વિજય થતા સમાજમાં ખુશી જોવા મળી છે.
એક દાયકાનો વનવાસ પૂર્ણ થયો લાંબા સમય સુધી કામરેજ અને બારડોલી બેઠક પર હળપતિ (Kunvarji Halpati wins Mandvi Assembly seat)સમાજના નેતાઓ જ વિધાનસભા સુધી પહોંચતા હતા, પરંતુ નવા સીમાંકન બાદ આ પરંપરા બદલાઈ અને હળપતિ સમાજ નેતૃત્વ વિહોણો બની ગયો હતો. જોકે, હવે આજે એક દાયકા બાદ માંડવી બેઠક (Mandvi Assembly seat) પર કુંવરજી હળપતિની જીત થતા દક્ષિણ ગુજરાતમાં વધુ વસ્તી ધરાવતા હળપતિ સમાજને ફરી એક વખત નવું (Gujarat Election 2022 Result) નેતૃત્વ મળ્યું છે.
દક્ષિણ ગુજરાતમાં અનુસૂચિત જનજાતિ અંતર્ગત આવતા હળપતિ સમાજની વસ્તી વધુ છે. વર્ષ 2012 પહેલા સુરત જિલ્લામાં 2 બેઠકો બારડોલી અને કામરેજ અનુસૂચિત જનજાતિ માટે અનામત હતી. આ બંને બેઠકો પર હળપતિની અવગણના થઈ શકે એમ ન હોય ભાજપ હોય કે, કૉંગ્રેસ હળપતિ નેતાને જ ટિકીટ આપી વિધાનસભા સુધી પહોંચાડતા હતા.
2012થી હળપતિ સમાજ નેતૃત્વ વિહોણો રહ્યો નવા સીમાંકન મુજબ વર્ષ 2012માં કામરેજ અને બારડોલી બેઠક અનુસૂચિત જનજાતિ અનામતમાંથી મુક્ત થઈ હતી. આમાં કામરેજ સામાન્ય અને બારડોલી અનુસુચિત જાતિ માટે અનામત થતા અહીંના હળપતિ સમાજે (Kunvarji Halpati wins Mandvi Assembly seat)નેતૃત્વ ગુમાવવાનો વારો આવ્યો હતો. તો નવી રચાયેલી માંડવી બેઠક તેમજ મહુવા બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત છે.
સમાજને નહતું મળતું પ્રતિનિધિત્વ માંડવીમાં ચૌધરી, ગામિત અને વસાવા મતોનું અને મહુવામાં ધોડિયા અને ચૌધરી મતોનું પ્રભુત્વ હોવાથી કોઈ પણ પક્ષ હળપતિ સમાજને ટિકિટ આપતો નહતો. આથી સુરત જિલ્લાના બારડોલી, પલસાણા, કામરેજ, મહુવા, ઓલપાડ અને માંડવી (Mandvi Assembly seat) તાલુકામાં રહેતા હળપતિ સમાજનો વિધાનસભામાં કોઈ પ્રતિનિધિત્વ રહ્યું ન હતું.
ભાજપે હળપતિ સમાજને ટિકિટ આપી સફળતા મેળવી આ દરમિયાન કૉંગ્રેસના ગઢ ગણાતી માંડવી બેઠક (Mandvi Assembly seat) પર 2022ની ચૂંટણીમાં ભાજપે માજી ધારાસભ્ય કુંવરજી હળપતિને ટિકીટ આપી એક નવો દાવ ખેલ્યો હતો. આમાં તેમને સફળતા મળી છે. તો કૉંગ્રેસના દિગ્ગજ નેતા આનંદ ચૌધરીને હરાવી ભાજપના કુંવરજી હળપતિ 18,000થી વધુ મતોથી વિજેતા થયા છે.
અન્ય વિધાનસભામાં પણ હળપતિઓ ભાજપ તરફી રહ્યો બીજી તરફ હળપતિ સમાજને (Kunvarji Halpati wins Mandvi Assembly seat)ટિકીટ મળતા તેની અસર જિલ્લાની અન્ય બેઠકો પર પણ જોવા મળી હતી. મહુવા, બારડોલી, ઓલપાડ, કામરેજ જેવી વિધાનસભાઓમાં હળપતિ સમાજે ભાજપને ખોબલે ખોબલે મતો આપ્યા હતા.
કુંવરજી હળપતિ વર્ષ 2007માં બારડોલી બેઠક પરથી કૉંગ્રેસમાંથી ચૂંટાયા માંડવીમાં (Mandvi Assembly seat) જ વર્ષો સુધી શિક્ષક તરીકે નોકરી કરનારા કુંવરજી હળપતિ (Kunvarji Halpati wins Mandvi Assembly seat) મૂળ બારડોલી તાલુકાના ઝરીમોરા ગામના વતની છે. તેમનું ગામ માંડવી અને બારડોલી તાલુકાની સરહદ પર આવેલું છે. માંડવીમાં વર્ષો સુધી નોકરી કરી હોવાના કારણે તેમના સંપર્કો પણ વધુ હોય તેનો ફાયદો પણ થયો હોવાનું જાણકારો માની રહ્યા છે. તેઓ 2007માં બારડોલી બેઠક પરથી કોંગ્રેસમાંથી ધારાસભ્ય બન્યા હતા.