મહુવા તાલુકાના કોષ ગામ કે જે ગામની વસ્તી લગભગ 4 હજાર જેટલી છે, અને દર ચોમાસાની સીઝનમાં ઉપરવાસમાં વરસાદ વધુ પડતાની સાથે જ અંબિકા નદી પર આવેલો વાઘદેવી ઓવરો પાણીમાં ગરકાવ થઈ જાય છે અને કોષ ગામના લોકોએ વહેવલ જવા માટે 16 થી 17 કિલોમીટરનો ફેરવો ફરવો પડે છે.
ત્યારે હાલ પણ ઉપરવાસમાં વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે અંબિકા નદી ગાંડીતૂર થવા પામી છે, અને વાઘદેવી ઓવરો પાણીમાં ગરકાવ થઈ જતા કોષ ગામના લોકો ઘૂંટણસમાં પાણીમાંથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. તો બીજી તરફ તંત્ર દ્વારા આ ઓવારા પર કોઈ પણ જાતની સેફટી કે પછી દિશા સૂચક બોર્ડ મુકવામાં આવ્યા નથી. હાલ તો વાઘદેવી ઓવરો પાણીમાં ગરકાવ થતા કોષ ગામના લોકોએ મુખ્ય માર્ગ પર આવવા માટે 16 થી 17 કિલોમીટરનો ફેરવો ફરવાની નોબત આવી છે.