આ બાળકીને લાપતા થયાના મામલે જુદી-જુદી ટીમ બનાવી પોલીસે તપાસ પણ શરૂ કરી દીધી છે. જોકે અત્યાર સુધી બાળકીની કોઈ ખબર મળી નથી .પરંતુ એક શંકાસ્પદ મહિલા બાળકીને લઈ જઈ રહી હોય એવું CCTV ફૂટેજ સુરત રેલવે સ્ટેશન નજીકથી મળી આવ્યા છે.
પરિવારના સભ્યોએ પૂજાની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ રાત્રે 8 કલાક સુધીમાં બાળકીની કોઈ પણ ખબર ન મળતા આખરે પોલીસે અપહરણની ફરિયાદ નોંધી છે. પોલીસ મુજબ જે સ્થળેથી બાળકીનું અપહરણ કરવામાં આવ્યું છે, ત્યાં CCTV ન હતા. પરંતુ રેલ્વે સ્ટેશન સહિત બસ સ્ટેન્ડના આશરે 200 જેટલા CCTV ફૂટેજને જોવામાં આવ્યા છે. જોકે પોલીસે પોસ્ટરના આધારે પણ તપાસ શરૂ કરી. ત્યારે પોલીસના હાથે એક CCTV ફૂટેજ સામે આવ્યો છે. જેમાં એક શંકાસ્પદ મહિલા બાળકીને લઈ જતી જોવા મળે છે.