ETV Bharat / state

Surat Kidnapping News : શેર બજારના વેપારીનું ધોળા દિવસે અપહરણ, સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ

સુરત શહેરમાં ધોળા દિવસે અપહરણની ઘટના સામે આવી છે. અમદાવાદથી સુરત આવેલા શેરબજારના વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. ઉત્રાણ પોલીસે આ ત્રણે આરોપીને કાર નંબરના આધારે ઝડપી પાડ્યા છે. પોલીસમાંથી મળતી સત્તાવાર માહિતી અનુસાર રૂપિયાની લેતી દેતીમાં વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હતું.

Surat Kidnapping News : શેર બજારના વેપારીનું ધોળા દિવસે અપહરણ

author img

By

Published : Jul 7, 2023, 7:06 PM IST

શેર બજારના વેપારીનું ધોળા દિવસે અપહરણ, સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ

સુરત : શહેરમાં ધોળા દિવસે અપહરણની ઘટના સામે આવી છે. અમદાવાદથી સુરત આવેલા શેરબજારના વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હતું. વેપારીને બળજબરીથી કારમાં બેસાડી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. CCTV કેમેરા ફૂટેજના આધારે વરાછા પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. વેપારીનું અપહરણ અઢી કરોડ રૂપિયાની લેતી દેતીમાં કરવામાં આવ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. અપહરણકારો પાસેથી વેપારીને મુક્ત કરાવામાં આવ્યા છે. આ ઘટનામાં પોલીસને અન્ય ત્રણ લોકોની તલાશ છે.

ઘટના CCTV કેમેરામાં કેદ : પોલીસમાંથી મળતી સત્તાવાર માહિતી અનુસાર સુરતના વરાછા વિસ્તારમાં શેર બજાર સાથે સંકળાયેલા અમદાવાદના વેપારી શક્તિ ધડુકનું અપહરણ કર્યાની ઘટના બની હતી. કેટલાક લોકોએ ભરચક વિસ્તારમાંથી વેપારીનું અપહરણ કરી લેતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ધોળા દિવસે બનેલી આ ઘટનાના કારણે લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થવા પામી હતી. CCTV કેમેરાના ફૂટેજમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે, ત્રણ લોકો શક્તિ ધડુકને બળજબરીથી કારમાં બેસાડવા માટે પ્રયાસ કરે છે.

આમ થયું અપહરણ : આરોપીઓ સફેદ રંગની કારમાં આવ્યા હતા અને રસ્તામાં એક સાઈડ પર કાર ઊભી કરી વેપારીની રાહ જોઈ રહ્યા હતા. જ્યારે કાર નજીક આવે છે ત્યારે આરોપી તેને દબોચી લે છે અને બળજબરીપૂર્વક તેને કારમાં બેસાડવાનો પ્રયાસ કરે છે. વેપારી આ લોકોના ચુંગલમાંથી બચવા માટે ધમપછાડા પણ કરે છે. પરંતુ તેને બળજબરીથી આ ત્રણેય આરોપીઓ કારમાં બેસાડી દે છે. અઢી કરોડ રૂપિયાની લેતી દેતીમાં વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હોવાની માહિતી પોલીસ પાસેથી મળી હતી.

આરોપી ઝડપાયા : અપહરણ થતું જોઈ ત્યાં સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા. એટલું જ નહીં અપહરણકર્તામાંથી એકે વેપારી શક્તિ ધડુકનું મોઢું પણ દબાવ્યું હતું. ત્રણમાંથી બે લોકો તેને બળજબરીથી સફેદ રંગની કારમાંં બેસાડી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાના CCTV કેમેરા ફૂટેજના આધારે પોલીસે આરોપીઓની શોધખોળ કરી હતી. ઉત્રાણ પોલીસે આ ત્રણે આરોપીને કાર નંબરના આધારે ઝડપી પાડ્યા હતા.

શા કારણે થયું અપહરણ : 15 દિવસથી સુરતમાં ઉત્રાણ પોલીસ મથકમાંથી મળતી માહિતી મુજબ પૈસાની લેતી દેતી મામલે વેપારી શક્તિ ધડુકનું અપહરણ કરવામાં આવ્યું હતું. તેઓ છેલ્લા 15 દિવસથી સુરતમાં હતા. શક્તિ ધડુક એક હોટલમાં રોકાયા હતા. લેણદારોને ખબર પડી કે શક્તિ ધડુક સુરતમાં છે. ત્યાં ઉઘરાણી કરવા માટે તેઓ પહોંચી ગયા હતા. વેપારીનું અપહરણ કરનાર ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય ત્રણ લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે.

  1. સુરતના બિલ્ડરનું અપહરણ, લૂંટને 12 કરોડના બિટકોઇન મામલે તમામ આરોપીઓને હાઇકોર્ટ દ્વારા નોટિસ
  2. UPની સગીરાનું અપહરણ અને દુષ્કર્મ કેસમાં આરોપીને 10 વર્ષની સજા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.