ETV Bharat / state

Kidnapping and robbery case resolved: પીપોદરા નજીક બનેલ અપહરણ વિથ લૂંટનો ભેદ ઉકેલાયો - પીપોદરા નજીક બનેલ અપહરણ વિથ લૂંટનો ભેદ ઉકેલાયો

સુરતના પીપોદરા નજીક નેશનલ હાઇવે નં 48 પર થયેલી અપહરણ વિથ લૂંટનો ભેદ ઉકેલાયો છે. ટ્રક ચાલકને બંદૂક અને ચપ્પુની અણીએ અપહરણ કરી લાખો રૂપિયાના મુદ્દામાલ ભરેલી આખી ટ્રકની લૂંટ ચલાવાઇ હતી. પોલીસે 6 લૂંટારૂઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. પોલીસે લૂંટમાં વપરાયેલ હથિયારો કબ્જે કર્યા હતા.

Kidnapping and robbery case resolved
Kidnapping and robbery case resolved
author img

By

Published : Jan 22, 2023, 3:56 PM IST

પીપોદરા નજીક બનેલ અપહરણ વિથ લૂંટનો ભેદ ઉકેલાયો

સુરત: સુરતથી વારાણસી કાપડના ટાંકા ભરી જતી ટ્રકને નેશનલ હાઇવે નં 48 પર સુરત કોસંબા પોલીસ મથકની હદમાં આવેલ પીપોદરા ગામ નજીક એક કન્ટેનરથી ટ્રકને આંતરી ટ્રક ચાલકને મારમારી બંદૂક તેમજ ચપ્પુની અણીએ અપહરણ કરી રૂપિયા 93.12 લાખના મુદ્દામાલની લૂંટ ચલાવવા ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાનામાં સુરત જિલ્લા LCB પોલીસે 6 આરોપીની ધરપકડ કરી 1.8 કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લીધો છે. પોલીસે કડોદરા પોલીસ સ્ટેશનની હદમાં રીન્કુ ઇન્ટરનેશનલ સ્કૂલની સામેથી લૂંટની ટ્રક અને તમામ આરીપીની ધરપકડ કરી છે.

મુખ્ય આરોપી ધરાવે છે ગુનાહિત ઈતિહાસ: કન્ટેનરમાં ચારથી પાંચ લૂંટારુંઓ આવીને ટ્રક ચાલકને બંધક બનાવીને ટ્રકમાં રહેલા 298 બોક્ષ આર્ટ સિલ્કના સમાનની જેની કિંમત 78.92 લાખ સહિત કુલ 93.12 લાખની લૂંટ ચલાવી ફરાર થયા હતા. જે ઘટના અંગે ગંભીરતા દાખવી સુરત જિલ્લા LCB પોલીસ તપાસ કરી હતી દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે કોસંબા પોલીસ સ્ટેશનની હદમાં પીપોદરા ગામેં હાઇવે પર થયેલા અપહરણ અને લૂંટના આરીપીઓ કડોદરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ અંત્રોલી ગામની સીમમાં રિકુ ઇન્ટરનેશનલ સ્કૂલ નજીક કડોદરાથી ગોડાદરા જતા માર્ગ ઉપર ટ્રકમાંથી લૂંટનો મુદ્દામાલ કન્ટેનર માંથી સગેવગે કરી રહ્યા છે. જેથી પોલીસે બાતમી વાળા સ્થળે રેડ કરી હતી દરમિયાન ઘટના સ્થળેથી પોલીસે 6 આરોપીની ધરપકડ કરી હતી અને 1.8 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. મહત્વનું છે કે ગુનામાં સંડોવાયેલો મુખ્ય આરોપી સંતોષ જગદેવ ગુપ્તા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તે અગાઉ સુરત શહેર પોલીસ સ્ટેશનના અલગ અલગ પોલીસ મથકોમાં ચોરી લૂંટ અને છેતરપીંડી પ્રોહીબીશન અને વાપી પોલીસ સ્ટેશનમાં બળાત્કાર જેવા ગુનામાં સંડોવાયેલો છે.

ડ્રાઇવરનું અપહરણ કરવામાં આવ્યું હતું: પકડાયેલા મુખ્ય સૂત્રધાર સંતોષ જગદેવ ગુપ્તા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જે પોતાનો સાગરીત છોટેલાલ ઉર્ફે છોટુ પાંડે તથા મોહમદ સાહિલ સાથે મળી કાપડની ટ્રકની લૂટ કરવાનું નક્કી ર્ક્યું અને લૂંટ કરવા માટે માણસોની જરૂરિયાત હોવાથી પુણે શહેર ખાતેથી કાર્તિક બનકર થતા આદિલ સૌયદ તથા સાજેદ ખાનને પૈસા આપવાની લાલચ આપી હતી અને દેશી તમાચો તથા ચપ્પુ જેવા ઘાતક હત્યારો સાથે સુરત ખાતે બોલાવ્યો અને તમામ આરોપી ભેગા મળી કાપડ ભરી જતી ટ્રક આંતરી લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો.

આ પણ વાંચો Gas Cylinder blast In Vadodara: ઘરમાં થયેલા સિલિન્ડર બ્લાસ્ટે 3 વર્ષના બાળકનો જીવ લીધો

દેશી તમંચો તેમજ ચપ્પુ ગળા ઉપર રાખી કરી લૂંટ: જે બાદ સુરત શહેરના અલગ અલગ માર્કેટોમાં વોચ કરી હતી. રાત્રીના ટ્રકની વોચ કરી ટ્રક નીકળતા સંતોષ ગુપ્તા કારમાં તથા અન્ય તમામ આરોપીઓ પોતાના કન્ટેનરમાં પીછો કરી રસ્તામાં પ્લાન મુજબ ઓવરટેક કરી બ્રેક મારી કેન્ટેનર ઉભું કરી દેતા ટ્રક રોકાતા તમામ આરોપીઓ ટ્રકમાં ચઢી દેશી તમંચો તેમજ ચપ્પુ ગળા ઉપર રાખી મારી નાખવની ધમકી આપી હતી. બંધક બનાવી કાપડ ભરેલી ટ્રકની લૂંટ કરી હતી અને ચાલકને બંધક બનાવેલ હાલતમાં કારમાં બેસાડી આંતરિક રસ્તા ઉપર ઉતારી દીધેલો હતો.

આ પણ વાંચો Morbi Crime : કચ્છ જતો દારુ મોરબી એલસીબીએ પકડ્યો, સ્ક્રેપની આડમાં દારૂની ખેપ કરતાં 2ની ધરપકડ

પોલીસે લૂંટ થયેલો સંપૂર્ણ મુદ્દામાલ રિકવર કર્યો: સુરત જિલ્લા LCB પોલીસે લૂંટ ચલાવનાર તમામ આરોપીઓની ધરપકડ કરી છે. સાથે જ લૂંટમાં વપરાયેલ તમંચો તેમજ ચપ્પુ પણ પોલીસે કબ્જે લીધું છે. પોલીસે લૂંટ થયેલો સંપૂર્ણ મુદ્દામાલ રિકવર કર્યો છે. હાલ પોલીસે લૂંટ ચલાવનાર તમામ 6 આરોપીઓને ઝડપી જેલ ભેગા કરી વધુ તપાસ હાથ ધરી છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.