સુરતના અઠવાલાઇન્સ ખાતે આવેલ સર્કિટ હાઉસમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી સંસ્થાના ગુજરાત પ્રાંતના પ્રમુખ નરેન્દ્રભાઈ ત્રિવેદી સહિતના સભ્યો હાજર રહ્યા હતાં. તેઓએ જણાવ્યું કે, સ્વામી વિવેકાનંદે જે શીલા પર બેસી સમુદ્ર ખાતે ધ્યાન ધર્યું હતું, તે શીલાનું ભવ્ય નિર્માણ કરવામાં આવે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે.
જ્યાં અનેકવિધ અડચણો ને સર કરી, એકતા અને સાર્થકતાનો સંદેશ આપતું શીલા પર નિર્માણ સ્મારકનું 50મું વર્ષ શરૂ થયું છે. જેના અનુસંધાનમાં વર્ષભર ચાલનાર રાષ્ટ્રવ્યાપી સંપર્ક કાર્યક્રમમાં સ્વામી વિવેકાનંદના સંદેશ, શીલ સ્મારકના નિર્માણની સફળ ગાથા તેમજ વિવેકાનંદ કેન્દ્રની પ્રવૃત્તિઓની જાણકારી કાર્યકર્તાઓ જન-જન સુધી પહોંચાડશે. સ્વામી વિવેકાનંદની વિચારધારાનો પ્રવાહ આજના યુવાઓમાં વહેતો રહે તેવા પ્રયાસ 1005 સ્થાનો પર કાર્યક્રમો કરશે.