ETV Bharat / state

Surat crime news: સોશિયલ મીડિયા પર કામરેજ પોલીસને પડકાર ફેંકનાર ઇસમની પોલીસ સ્ટેશનમાં હવા નીકળી ગઈ - kamrej police took action against person

સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી કામરેજ પોલીસને ગાળો આપવાનું એક ઇસમને ભારે પડ્યું હતું. પોલીસને પડકાર ફેંકનાર અનિલ માંગુકિયા નામના ઇસમને પોલીસે ઝડપી વ્યવસ્થિત સરભરા કરી હતી. પોલીસે કાન પકડાવી માફી મંગાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

kamrej-police-took-action-against-person-who-challanged-police-on-social-media

author img

By

Published : Apr 7, 2023, 9:29 PM IST

પોલીસને પડકાર ફેંકનાર ઇસમની પોલીસ સ્ટેશનમાં હવા નીકળી ગઈ

સુરત: સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી કામરેજ પોલીસને ગાળો આપનાર સામે પોલીસે કાર્યવાહી કરી હોય તેવી વધુ એક ઘટના સામે આવી છે. ફેસબુક પર પોલીસ વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી કામરેજ પોલીસ મથકના પીસઆઈને પડકાર ફેંકયો હતો. સમગ્ર મામલે સુરત ગ્રામ્યના DYSP બી.કે વનારે જણાવ્યું હતું કે આ કેસમાં તપાસ કરતા આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો હતો.

પોલીસે કાન પકડાવી માફી મંગાવી કાયદેસરની કાર્યવાહી કરી

શું છે સમગ્ર ઘટના?: સુરત જિલ્લાના કામરેજ તાલુકામા ખોલવડ ગામે રહેતા અને હીરાના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા મુળ જૂનાગઢ જીલ્લાના માળિયા હાટીના તાલુકાના ગીર બોડી ગામના રોહિત ભાઈ રમેશ ભાઈ રૂપાપરા નામના યુવકને ગત તારીખ 31 માર્ચના રોજ તેમના મિત્રનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે કોઈ અનિલ માંગુકિયા નામના ઇસમે તમારા અને તમારા પરિવાર વિશે અભદ્ર લખાણ લખ્યું છે. મિત્રએ કરેલી વાતને લઈને રમેશ ભાઈએ ફેસબુક ખોલી ચેક કરતા અનિલ માંગુકિયા નામની ફેસબુક આઇડી પર અભદ્ર લખાણ સાથે તેમના અને તેમના આખા પરિવારના ફોટા અપલોડ કર્યા હતા. જેથી રોહિત ભાઈએ કામરેજ પોલીસને જાણ કરતા કામરેજ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

કામરેજ પોલીસને ગાળો આપવાનું એક ઇસમને ભારે પડ્યું

પોલીસ વિરૂદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો: કામરેજ પોલીસ મથકે આવેલી ફરિયાદને લઈને પોલીસે આ ગુનાના આરોપીને નોટિસ મોકલી હતી જે નોટિસ આરોપીએ ધ્યાન પર ન લેતા પોલીસે વોટસએપ મારફતે નોટિસ મોકલી હતી. પોલીસે મોકલેલી નોટિસની અનિલ માંગુકિયાએ રિપ્લાયમાં જણાવ્યું હતું કે મારા પર 302 ની કલમ પણ ઠોકી દેજે અને આર્મ્સ એક્ટનો ગુનો પણ ઠોકી દેજે. મારા પર 37 ગુના છે એક બીજો....આવી રોજ નોટિસ આવે છે.

પોલીસની નોટિસ મળતા આરોપીએ ફરિયાદને ધમકાવ્યો: કામરેજ પોલીસનું તેડું આવતા જ આરોપી અનિલ માંગુકિયાએ ફરિયાદ રમેશ રૂપાપરાને ધમકાવાનું શરુ કર્યું હતું અને ફરિયાદને જાનથી મારી નાખવાની ધમકી મળી આપી હતી. પોતે ગુનાહિત ઇતિહાસ ધરાવું છું અને મારી પર 49 જેટલા ગુના નોંધાયેલા હોવાનું કહી તેના માણસોથી હુમલો કરાવીશ તેવી ધમકી આપી હતી. ફેસબુક પર પોલીસ વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી કામરેજ પોલીસ મથકના પીસઆઈને પડકાર ફેંકયો હતો.

આ પણ વાંચો Surat crime news: માત્ર 70 સેકન્ડમાં તસ્કરોએ પાનના ગલ્લાનું કેબીન ચોરી કરી ફરાર થઈ ગયા

પોલીસ સ્ટેશનમાં પહોચતા જ આરોપીની હવા નીકળી ગઈ: વાત પોલીસની આબરૂ પર આવી જતા પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી હતી અને ઇસમની ફેસબુક આઇડી ચેક કરતા આરોપી અનિલ માંગુકિયા લોકો વચ્ચે અને સમાજ વચ્ચે ઘર્ષણ થાય તેવી પોસ્ટ મુકવા સાથે ભૂતકાળમાં ખોટું કરતો આવેલું તેવું ધ્યાને આવતા પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને દબોચી લીધો હતો. કોર્ટે રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને સોશિયલ મીડિયામાં પોલીસને પડકાર ફેંકનાર અનિલ માંગુકિયાએ પોલીસ સ્ટેશનમાં હવા નીકળી ગઈ હતી. બે કાન પકડી પોલીસની માફી માંગવા લાગ્યો હતો.

આ પણ વાંચો Kutch News : કચ્છની દરિયાઇ સીમામાં ફરી ઝડપાઈ પાકિસ્તાની બોટ, માછીમારો નાસી છુટયા

આરોપી પર 20 જેટલા ગુનાઓ: સમગ્ર મામલે સુરત ગ્રામ્યના DYSP બી.કે વનારે જણાવ્યું હતું કે આ કેસમાં તપાસ કરતા આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો હતો. સુરત શહેરના કાપોદ્રા, અમરોલી, સરથાણા, પુના, ખટોદરા, વરાછા, કતારગામ સહિતના પોલીસ મથકોમાં દારૂની ખેપ મારવી, નકલી પોલીસ બની રૂપિયા પડાવવા જેવા અલગ અલગ 20 જેટલા ગુના નોંધાયેલા છે. આટલું જ નહિ ભૂતકાળમાં સરકાર સામે પણ અભદ્ર ટિપ્પણીઓ કરતો આવેલ છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.