ETV Bharat / state

કડોદરા પોલીસે બે વર્ષથી દારૂનાં ગુનામાં વોન્ટેડ આરોપીને દબોચી લીધો - GIDC પોલીસ

કડોદરા GIDC પોલીસે 2 વર્ષથી નાસતા ફરતા આરોપીને વરેલીથી ઝડપી પાડ્યો હતો. વાંકાનેડા ગામથી 2 વર્ષ અગાઉ પકડાયેલા દારૂના ગુનામાં આરોપી વોન્ટેડ હતો.

કડોદરા પોલીસે બે વર્ષથી દારૂનાં ગુનામાં વોન્ટેડ આરોપીને દબોચી લીધો

author img

By

Published : Jun 1, 2021, 7:20 PM IST

  • વાંકાનેડામાં પકડાયેલા દારૂના ગુનામાં વોન્ટેડ હતો
  • પોલીસે બાતમીના આધારે વરેલી ગામથી પકડી લીધો
  • કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી

સુરત: જિલ્લાના કડોદરા GIDC પોલીસ મથકમાં છેલ્લા 2 વર્ષથી દારૂના ગુનામાં એક આરોપી વોન્ટેડ હતો. જે વરેલી ગામમાં હોવાની બાતમી મળતા કડોદરા પોલીસે સોમવારના રોજ શોધખોળ આદરી હતી. આ બાદ, એક સોસાયટી નજીકથી આરોપીને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

કડોદરા પોલીસે બે વર્ષથી દારૂનાં ગુનામાં વોન્ટેડ આરોપીને દબોચી લીધો
કડોદરા પોલીસે બે વર્ષથી દારૂનાં ગુનામાં વોન્ટેડ આરોપીને દબોચી લીધો

આ પણ વાંચો: ચા વાળાએ બેન્ક એજન્ટ સાથે મળીને ડોક્યુમેન્ટ્સનો દુરૂપયોગ કર્યો, 13.13 કરોડની ઠગાઈ થતા ધરપકડ

વોન્ટેડ આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરાઇ

પલસાણા તાલુકાના કડોદરા GIDC પોલીસ સ્ટેશનનાં પી.આઈ. એ.પી.બ્રહ્મભટ્ટ દ્વારા વોન્ટેડ આરોપીઓને પકડવા તજવીજ હાથે ધરાય હતી. જેનાં સંદર્ભે ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝબ્બે કરવા ટીમ બનાવી બાતમીદારોને પણ સતર્ક કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: ડેલાડ ગામના રહીશની બાઇકને ચોર ટોળકીએ નિશાન બનાવી, ચોરીની ઘટના CCTV કેદ

બે વર્ષ પહેલાં પોલીસની રેડ દરમિયાન નાસી છૂટ્યો હતો

આ દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે બે વર્ષ પહેલા વાંકાનેડા ગામે હળપતિ વાસમાં આવેલ એક ગોડાઉનમાં વાહનમાંથી દારૂ ઉતારતી વેળાએ પોલીસ રેડ દરમ્યાન ભાગી જનાર આરોપી રામેશસિંગ જોગરાજસિંગ રાજપુરોહિત (ઉં.વ.૨૫, રહે.વરેલી) વરેલી ગામે જોવા મળેલ છે. પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ કરતા આરોપીને વરેલી ગામની સાંઈ દર્શન સોસાયટીનાં નાકેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપીની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.