- સોફ્ટવેર એન્જિનિયર જીતેન્દ્ર ભલાણી કોરોનાથી 128 દિવસે સ્વસ્થ થયા
- જીતેન્દ્ર ભલાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને 20 ટકા કોરોના ઇન્ફેક્શન
- જીતેન્દ્ર ભલાણીને હવે 98% જેટલો ઇન્ફેક્શન લાગ્યું હતુ
સુરત: શહેરના સોફ્ટવેર એન્જિનિયર જીતેન્દ્ર ભલાણી જેઓને 23 એપ્રિલના રોજ તબિયત ખરાબ થતાં તેમને શહેરની લાલ દરવાજા પાસે આવેલી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યું હતો. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને 20 ટકા કોરોના ઇન્ફેક્શન નીકળ્યું હતું. ત્યારબાદ તેઓ સારવાર કરાવી રહ્યા હતા. પાંચ દિવસ વીતી ગયા બાદ તેમનું ઓક્સિજન લેવલ ખૂબ જ ઘટવાને કારણે તબિયત પણ અત્યંત ખરાબ થઈ ગઈ હતી. ત્યારબાદ ડોક્ટર દ્વારા ફરીથી ડોક્ટરો દ્વારા કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો અને તેમનું કોરોના ઇન્ફેક્શન 20 ટકાથી લઈને 68 ટકા સુધી પહોંચી ગયું હતું.
આ પણ વાંચો: નવસારી જિલ્લામાં કોરોના રિકવરી રેટમાં થયો વધારો
CT સ્કેનમાં 98ટકા ઇન્ફેકશન આવ્યું
કોરોના ઇન્ફેક્શન 20 ટકાથી લઈને 68 ટકા સુધી પહોંચી ગયું હતું. ત્યાર બાદ તેમની સમયસર દેખરેખ અને સારવાર કરવામાં આવતી હતી. અંતે 15 દિવસ બાદ ફરીથી ડોક્ટરો દ્વારા સીટી સ્કેન કરવામાં આવ્યું તેનો રિપોર્ટ આવ્યો તો ડોક્ટરો પણ મૂંઝવણમાં મુકાઇ ગયા હતા કારણ કે, જીતેન્દ્ર ભલાણીને હવે 98% જેટલો ઇન્ફેક્શન થઈ ચૂક્યો હતો અને તેમનું ઓક્સિજન લેવલ પણ ખૂબ જ ઘટી ગયું હતું.
આ પણ વાંચો: ઉધનાના 90 વર્ષના વયોવૃદ્ધ હિંમતરાવ 8 દિવસમાં કોરોનાથી સ્વસ્થ થયાઆ પણ વાંચો
100 દિવસ સુધી વેન્ટિલેટર ઉપર મૂકવામાં આવ્યા હતા.
જીતેન્દ્ર ભલાણીનો CT સ્કેન રિપોટમાં 98% ઇન્ફેક્શન આવ્યા બાદ ડોક્ટરોની દેખરેખમાં તેમને બાય પેપ વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતા. ત્યારબાદ ચાર વખત ઈમરજન્સી વોર્ડમાં પણ ખસેડવામાં આવ્યો હતો. 2 વખત CPR કરવાની ફરજ પડી હતી. જોકે ત્યારબાદ પણ ફરક નહીં પડતા ડોક્ટર દ્વારા ફેફસાની બંને બાજુએ 2-2ની ICD નાખી હવા કાઢવા માટે રાસ્તો બનાવામાં આવ્યો હતો. કિડનીમાં પણ સ્ટેન્ડ મુકવામાં આવ્યું હતું. ડોક્ટરોએ આવી હાલતમાં વેન્ટિલેટર પર મૂક્યો હતો. જીતેન્દ્ર ભલાણી 100 દિવસ સુધી વેન્ટિલેટર ઉપર હતો અને બેભાન અવસ્થા માંજ તેમની સારવાર કરવામાં આવતી હતી. 128 દિવસમાંથી 126 દિવસ ICUમાં રહ્યો હતો.