સુરત શહેરમાં ફરી એક વખત નોકરે પોતાના માલિક સાથે વિશ્વાસઘાત કરી કરોડો રૂપિયાનો ચૂનો ચોપડ્યાની ઘટના (Theft incident in Surat)સામે આવી છે. સુરતના ઉમરા પોલીસ મથકે આ મામલે નોંધવામાં આવી છે. શહેરના નામાંકિત જ્વેલર્સના ત્યાં એક કરોડ રૂપિયાથી પણ વધુના દાગીના ચોરી( Theft at jeweller shop )કરી નોકર કોલકત્તા નાસી ગયો છે. જેની શોધખોડ કરવા માટે સુરત ઉમરા પોલીસ મથકની ટીમ કલકત્તા રવાના થઈ ગઈ છે.
આ પણ વાંચો વાંસદા પોલીસે તસ્કર ટોળકીના ચાર સાગરીતોને ફિલ્મી ઢબે દબોચી લીધા
નોકરે માલિકને ચૂનો ચોપડ્યો આ ઘટના છે તે સુરતમાં આવેલા બિશન એન્ડ કંપની નામના જ્વેલર્સની(Robbery in jewellery shop) છે. જ્યાં છેલ્લા ત્રણ વર્ષથી અભિજીત ઘોષ નામનો વ્યક્તિ દાગીના બનાવવાનું કામકાજ કરતો હતો. અભિજીત ઘોષ જ્વેલર્સના માલિક દ્વારા આપવામાં આવેલા સોનું સૈયદપુરા ખાતે આવેલા પોતાના કારખાનામાં લઈ જતો હતો અને ત્યાં જ આ સોનામાંથી વિવિધ પ્રકારના દાગીના પણ બનાવતો હતો. આ દરમિયાન દુકાન માલિકે અભિજીતને 1900 ગ્રામ સોનાનો જથ્થો આપ્યો હતો.
આ પણ વાંચો મધ્યપ્રદેશથી ચોરી કરવા આવતી રંગીન મિજાજી ચોર ગેંગ ઝડપાઇ, જાણો કેવી હતી મોડસ ઓપરેન્ડી
અંદાજિત એક કરોડ રૂપિયાનું સોનું લઈ ફરાર આ જથ્થામાંથી અલગ અલગ દાગીના બનાવવામાં આપ્યા હતા. દરમિયાન છેલ્લા ત્રણ દિવસથી અભિજીતે પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો હતો આ ઉપરાંત અભિજીત પોતાનો કારખાનું બંધ કરીને ત્યાંથી ભાગી છુટ્યો હોવાની વાત જ્વેલર્સના માલિકને જાણ થઈ હતી ત્યારબાદ જ્વેલર્સ માલિકે તાત્કાલિક ધોરણે આ અંગે ઉમરા પોલીસ મથકને જાણ કરી હતી. નોકરે ચોરી કરી તે અંગેની જાણ થતા જ ઉમરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ત્યાં તપાસ શરૂ કરી હતી. અંદાજિત એક કરોડ રૂપિયાનું સોનું લઈ અભિજીત ફરાર થઈ ગયો હોવાની વાત સામે આવી રહી છે. હાલ ઉમરા પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.