સુરત: કોરોના વાઇરસને ધ્યાનમાં રાખી મેડિકલની તમામ સુવિધાઓ લોકોને મળી રહે અને વિકટ પરિસ્થિતિમાં કોઈ અછત ન રહે આ માટે લોકો દાન કરી રહ્યા છે. આ વચ્ચે જૈન સમાજે ગુજરાતની તમામ જૈન ધર્મશાળાઓને ક્વોરેન્ટાઇન વૉર્ડ બનાવવા માટે સરકારને પત્ર લખી રજૂઆત કરી છે. સુરતના ડેપ્યુટી મેયર અને જૈન સમાજના આગેવાન નીરવ શાહે મુખ્ય પ્રધાનને એક પત્ર લખી રજૂઆત કરી છે કે, આવી પરિસ્થિતિમાં જૈન સમાજ રાજ્ય સરકારની મદદ કરવા ઈચ્છે છે. વર્તમાન પરિસ્થિતિમાં દેશહિત માટે તે ગુજરાતની તમામ 200થી વધુ ધર્મશાળાઓ રાજ્ય સરકારને આપવા માગે છે. જેથી આવા સમયે ક્વોરેન્ટાઇન વૉર્ડ અથવા તો સરકારની જરૂરિયાત પડે તેવી સુવિધાઓ માટે તે વાપરી શકાય.
ગુજરાતની તમામ જૈન ધર્મશાળાઓને ક્વોરેન્ટાઇન વૉર્ડ બનાવવા જૈન સમાજે CMને પત્ર લખ્યો - સુરતના ડેપ્યુટી મેયર
દેશ કોરોના વાઈરસના સંકટ સામે લડી રહ્યો છે. આ સંકટથી લડવા માટે દરેક દેશવાસીઓ પોતપોતાની રીતે દેશહિતના કાર્યમાં મદદ માટે લાગી ગયા છે. ત્યારે આવી વિકટ પરિસ્થિતિ વધુ વિકટ ના બને આ માટે જૈન સમાજ પણ સામે આવ્યો છે. સમાજ દ્વારા મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખી રજૂઆત કરાઈ છે કે, આ વિકટ પરિસ્થિતિમાં ગુજરાતની તમામ 200થી વધુ જૈન ધર્મશાળાઓને તેઓ ક્વોરેન્ટાઇન વૉર્ડ અથવા તો અન્ય જરૂરી સુવિધાઓ માટે ઉપયોગમાં લઇ શકે છે. જે રજૂઆતને રાજ્યના મુખ્યપ્રધાને ધ્યાને લીધી છે.