સુરત: લોકડાઉન દરમિયાન અમદાવાદમાં સુપર સ્પ્રેડર વિસ્તારોમાં કોરોના વધુ ન ફેલાઈ તે માટે રાજ્ય સરકારે કેટલાક પોલીસ અધિકારીઓને ખાસ જવાબદારી આપી હતી. ઈન્ડિયન પોલીસ સર્વિસ (IPS)ના અધિકારીઓ પૈકી શમસેરસિંહ, હરેશ દુધાત, હેતલ પટેલ અધિકારીને ખાસ જવાબદારી સોંપવામાં આવી હતી. હવે જ્યારે અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ઘટી છે અને સુરતમાં કેસો વધ્યા છે ત્યારે ફરી આ અધિકારીઓને સુરત મોકલવામાં આવ્યા છે. રાજ્યના ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) ક્રાઈમના ડીએસપી હરેશ દુધાત અને સ્ટેટ રિઝર્વ પોલીસ (SRP)ના હેતલ પટેલને સુરત મોકલવામાં આવ્યા છે. મહત્વનું છે કે, આ બન્નેએ અમદાવાદમાં સુપર સ્પ્રેડરને કાબૂમાં લાવવામાં વિશેષ કામગીરી કરી હતી.
સુરતમાં કોરોનાના વધતા કેસ સંદર્ભે IPS હરેશ દુધાતે લોકોનો રૂબરૂ સંપર્ક કરી સાવચેત રહેવા અપીલ કરી - IPS Haresh Dudhat appeals to people
એક સમયે ગુજરાતમાં કોરોનાનું એપી સેન્ટર ગણાતાં અમદાવાદમાં સ્થિતિને કાબુમાં લેવા કેટલાક IPS અધિકારીઓની ટીમને ખાસ જવાબદારી આપવામાં આવી હતી. આજ અધિકારીઓ પૈકીના બે અધિકારીઓને ભયજનક સ્થિતિ તરફ જઈ રહેલા સુરતમાં વિશેષ જવાબદારી આપવામાં આવી છે. પહેલા સુરત શહેર અને જિલ્લામાં ફરજ બજાવી ચૂકેલા અધિકારીઓએ જવાબદારી મળતાની સાથે જ પોતાની કામગીરી શરૂ કરી કરી દીધી છે. લોકો સાથે બેઠક કરી કઈ રીતે કન્ટેઈનમેન્ટ ઝોનમાં કોરોનાને કંટ્રોલ કરી શકાય છે, સાથે જ શું સાવધાની રાખી શકાય તે દિશામાં બન્ને અધિકારીઓ કામ કરી રહ્યા છે.