ETV Bharat / state

Daimond Export: USની મંદીથી મંદ પડ્યો હીરા ઉદ્યોગ, એક્સપોર્ટમાં અણધાર્યો ઘટાડો - Diamond Jewellery Surat

છેલ્લા કેટલાક મહિનાથી પોતાને સુપર પાવર ગણાતી અમેરિકામાં મંદીનો માહોલ છે. જેની સીધી અસર સુરત હીરા ઉદ્યોગ પર પડી રહી છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટમાં બે મહિના દરમિયાન ધરખમ ઘટાડો નોંધાયો છે. સુરતમાં તૈયાર થનાર કટ એન્ડ પોલિશ ડાયમંડ સહિત જ્વેલરી માટે અમેરિકા એક મોટુ બજાર છે. 70 થી 75 ટકા જેવેલરીનું એક્સપોર્ટ અમેરિકામાં થતું હોય છે. પરંતુ હાલ મંદીના માહોલના કારણે તેની સીધી અસર સુરત હીરા ઉદ્યોગમાં જોવા મળી રહી છે. આ જ કારણ છે કે ઉદ્યોગમાં ડિમાન્ડ ન હોવાના કારણે શનિવાર અને રવિવાર હીરા ફેક્ટરીઓ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.

ડાયમંડ જ્વેલરીના મોટા માર્કેટ અમેરિકામાં મંદીના કારણે ભારત હીરા ઉદ્યોગના એક્સપોર્ટમાં ઘટાડો

author img

By

Published : Jul 19, 2023, 9:05 AM IST

Updated : Jul 19, 2023, 10:18 AM IST

ડાયમંડ જ્વેલરીના મોટા માર્કેટ અમેરિકામાં મંદીના કારણે ભારત હીરા ઉદ્યોગના એક્સપોર્ટમાં ઘટાડો

સુરત: રશિયા અને યુક્રેન યુદ્ધ બાદ હવે અમેરિકાની મંદી નો ગ્રહણ સુરત હીરા ઉદ્યોગ પર લાગ્યું છે. અમેરિકાની મંદીના કારણે હવે સુરત હીરા ઉદ્યોગમાં મંદી જોવા મળી રહી છે. મંદીની સીધી અસર હીરા ઉદ્યોગ પર જોવા મળી રહી છે . જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા પાસેથી મળેલા આંકડા મુજબ એપ્રિલ જૂન વર્ષ 2022 માં સીપીડી ડાયમંડનો એક્સપોટ 6267 મિલિયન ડોલર નોંધાયો હતો. જ્યારે વર્ષ 2023 એપ્રિલ-જૂનમાં ઘટીને 4492 મિલિયન ડોલર થયો છે.

"છેલ્લા દોઢ વર્ષથી અમેરિકાની અંદર ચાલી રહેલી મંદી અને રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ, અમેરિકા દ્વારા ચાઇના અને રશિયા ઉપર લાદવામાં આવેલા પ્રતિબંધ આ બધી વસ્તુઓની અસર ભારતના કટ એન્ડ પોલીશ ઇન્ડસ્ટ્રીઝમાં જોવા મળી રહી છે. છેલ્લે કજેકશન ની વાત કરવામાં આવે તો ભારતથી 30 થી 40 ટકા એક્સપોર્ટ અમેરિકામાં થાય છે. 30થી 35 ટકા એક્સપોર્ટ હોંગકોંગ અને બેંગકોક થતું હોય છે. બાકી યુરોપિયન કન્ટ્રી અને યુએઈમાં થતું હોય છે. પરંતુ તમામ માટે છેલ્લું માર્કેટ અમેરિકા છે. અમેરિકામાં 70 થી 75 ટકા ડાયમંડ જ્વેલરી હોય કે કટ એન્ડ પોલીશ ડાયમંડ તેની ડિમાન્ડ હોય છે"-- દિનેશ નાવડીયા (ડાયમંડ ઇન્સ્ટિટયૂટના ચેરમેન)

ખરીદી ખૂબ જ ઓછી: છેલ્લા દોઢ વર્ષથી જે ડિમાન્ડ હોવી જોઈએ તે ડિમાન્ડ જોવા મળી રહી નથી .ખાસ કરીને સોલીસડ એટલે પોઇન્ટ 28 સેન્ટના જે હીરા હોય છે. તેની ડિમાન્ડ છેલ્લા દોઢ વર્ષ થી ખૂબ જ ઓછી છે. જેના કારણે ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોને ખૂબ જ મુશ્કેલી થઈ રહી છે. રફના પ્રાઈઝ અને તેની સામે રેપોપોટ ભાવ તોડે છે. તેના કારણે કટ ડાયમંડની સામે પોલીશ ડાયમંડના ભાવ મળતા નથી. અગાઉ જે રશિયા થી પતલી સાઇઝની ડાયમંડ આવતી તે હાલ આવી રહી નથી કારણ કે અમેરિકાએ પ્રતિબંધ મૂક્યા છે. આ તમામ કારણો ઇન્ડસ્ટ્રી શનિવાર અને રવિવાર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

  1. Surat News : સુરતમાં બિલ્ડરે ફ્લેટ ગ્રાહકોને અંધારામાં રાખી લોન લઈને ગાયબ, 176 ફ્લેટ ધારકો રોડ પર...
  2. Surat Rain : વરસાદનો માહોલ, સુરતમાં પુરુષો વાહનો સાથે પરેશાન, મહિલાઓ પાણીમાં ગરબા રમવામાં વ્યસ્ત

Last Updated : Jul 19, 2023, 10:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.