ETV Bharat / state

સુરતમાં જંત્રીના ભાવમા સાત ગણો વધારો થતા ખેડુતોમાં ખુશીની લહેર - સુરત જીલ્લાના 3 તાલુકામા જંત્રીના ભાવમા સાત ગણો વધારો

સુરત: બુલેટ ટ્રેનની મંથરગતિએ ચાલી રહેલી કામગીરીને વેગ મળે તે માટે રાજય સરકારે મહત્વનુ પગલું ભર્યુ છે. જેમાં સુરત જીલ્લાના 3 તાલુકામા જંત્રીના ભાવમા સાત ગણો વધારો કરવામા આવતા ખેડુતોમા ખુશીની લહેર જોવા મળી છે. મહેસુલી વિભાગ દ્વારા રુપિયા 100નો જંત્રીનો ભાવ રુપિયા 708 કરી આપતા ખેડુતોમા ખુશી જોવા મળી હતી.

સુરતમાં જંત્રીના ભાવમા સાત ગણો વધારો થતા ખેડુતોમાં ખુશીની લહેર
author img

By

Published : Nov 15, 2019, 8:19 PM IST

અમદાવાદ - મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેકટને શરુઆતથી જ ગ્રહણ નડયુ હતું. સુરત સહિત નવસારી અને મહારાષ્ટ્રના જમીન ગુમાવનારા ખેડૂતોએ વિરોધ દર્શાવી જમીન આપવા ઇન્કાર કરી દીધો હતો. ઓલપાડ, કામરેજ અને માંગરોળના કેટલાક ખેડૂતોએ તો સર્વેની કામગીરી પણ અટકાવી દીધી હતી. તેમજ ન્યાય માટે કોર્ટના દ્રાર પણ ખખડાવ્યા હતાં.

સુરતમાં જંત્રીના ભાવમા સાત ગણો વધારો થતા ખેડુતોમાં ખુશીની લહેર

સુરત જિલ્લાના ઓલપાડ, કામરેજ અને માંગરોળ તાલુકાના ખેડુતોની વાત કરીએ તો ગામોમા પ્રતિ ચો.મીટરે જંત્રીનો ભાવ રુપિયા 100થી પણ ઓછો છે. જેને કારણે ખેડુતોને બજાર ભાવ કરતા ખુબ જ ઓછો ભાવ મળી રહ્યો હતો. ખેડૂતો દ્વારા અગાઉ ઉગ્ર વિરોધ નોંધાવવામાં પણ આવ્યો હતો. બુલેટ ટ્રેનમાં ફાયનાન્સ કરનાર ઝીંકા કંપનીના અધિકારીઓને પણ આ અંગે રજૂઆત કરવામા આવી હતી. સાથોસાથ વિશાળ રેલી સ્વરુપે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું. 100 રુપિયાથી ઓછી જંત્રી ધરાવતા ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે તે માટે કલેકટર ડો. ધવલ પટેલની અધ્યક્ષતામાં એક કમિટિની રચના પણ કરવામાં આવી હતી.

આ કમિટિમાં જિલ્લા વિકાસ અધિકારી સભ્ય તરીકે સુરત સ્ટેમ્પ ડયૂટીના નાયબ કલેકટરની સભ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આ કમિટિએ ઓલપાડ, માંગરોળ અને કામરેજમા 100થી ઓછી જંત્રી ધરાવતા આઠ ગામોમાં સર્વે કર્યો હતો. સર્વે બાદ 100થી ઓછી જંત્રી ભાવ ધરાવતા ખેડૂતોને પ્રતિ ચોરસ મિટરે રુપિયા 708નો ભાવ આપવાનો નિર્ણય કરવામા આવ્યો હતો. કલેકટર દ્વારા આ અંગે મહેસુલી પ્રધાન સાથે એક બેઠકનું આયોજન કરી ખેડુતોની સ્થિતિ અંગેનો ચિતાર પણ આપ્યો હતો.

આખરે મહેસુલી પ્રધાન દ્વારા જંત્રીના આ ભાવને લીલીઝંડી આપી દેવામા આવતા ખેડુતોમા ખુશીની લહેર જોવા મળી હતી. પરંતુ, ખેડુતોની એક માગ એવી પણ છે કે નવસારી, કઠોર તથા વલસાડ જીલ્લાના ખેડુતોને પણ જંત્રીના ભાવમા વધારો કરી આપે. જો તેઓને જંત્રીના ભાવમા વધારો કરવામાં નહિ આવે તો ખેડુત આર્થિક રીતે પડી ભાંગશે.

Intro:સુરત : બુલેટ ટ્રેનની મંથરગતિએ ચાલી રહેલી કામગીરીને વેગ મળે તે માટે રાજય સરકાર દ્વારા એક મહત્વનુ પગલુ ભર્યુ છે. જેમા સુરત જીલ્લાના 3 તાલુકામા જંત્રીના ભાવમા સાત ગણો વધારો કરવામા આવતા ખેડુતોમા ખુશીની લહેર જોવા મળી છે. મહેસુલી વિભાગ દ્વારા રુ 100 નો જંત્રીનો ભાવ રુ 708 કરી આપતા ખેડુતોમા ખુશી જોવા મળી હતી.

Body:અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેકટને શરુઆતથી જ ગ્રહણ નડયુ હતુ. સુરત સહિત નવસારી અને મહારાષ્ટ્રના જમીન ગુમાવનારા ખેડૂતોએ વિરોધ દર્શાવી જમીન આપવા ઇન્કાર કરી દીધો હતો. ઓલપાડ, કામરેજ અને માંગરોળના કેટલાક ખેડૂતોએ તો સરવેની કામગીરી પણ અટકાવી દીધી હતી. તેમજ ન્યાય માટે કોર્ટના દ્રાર પણ ખખડાવ્યા હતા. સુરત જિલ્લાના ઓલપાડ, કામરેજ અને માંગરોળ તાલુકાના ખેડુતોની વાત કરીએ તો ગામોમા પ્રતિ ચો.મીટરે જંત્રીનો ભાવ રુ 100 થી પણ ઓછી છે. જેને કારણે ખેડુતોને બજાર ભાવ કરતા ખુબ જ ઓછો ભાવ મળી રહ્યો હતો. જેને કારણે ખેડૂતો દ્વારા અગાઉ ઉગ્ર વિરોધ નોંધાવવામા આવ્યો હતો. બુલેટ ટ્રેનમા ફાયનાન્સ કરનાર ઝીંકા કંપનીના અધિકારીઓને પણ આ અંગે રજૂઆત કરવામા આવી હતી. સાથોસાથ વિશાળ રેલી સ્વરુપે કલેકટરને આ અંગે આવેદનપત્ર પણ આપવામા આવ્યુ હતુ.. દરમિયાન 100 રુપિયાથી ઓછી જંત્રી ધરાવતા ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે તે માટે કલેકટર ડો. ધવલ પટેલની અધ્યક્ષતામા એક કમિટિની રચના કરવામા આવી હતી. આ કમિટિમા જિલ્લા વિકાસ અધિકારી સભ્ય તરીકે , સુરત સ્ટેમ્પ ડયૂટીના નાયબ કલેકટરની સભ્ય સચિવ તરીકે નિમણૂક કરાઇ હતી. આ કમિટિએ ઓપાડ, માગરોળ અને કામરેજમા 100 થી ઓછી જંત્રી ધરાવતા આઠ ગામોમાં સર્વે કર્યો હતો. સર્વે બાદ 100 થી ઓછી જંત્રી ભાવ ધરાવતા ખેડૂતોને પ્રતિ ચોરસ મિટરએ રુ 708 નો ભાવ આપવાનો નિર્ણય કરવામા આવ્યો હતો. કલેકટર દ્વારા આ અંગે મહેસુલી મંત્રી સાથે એક બેઠકનુ આયોજન કરી ખેડુતોની સ્થિતિ અંગેનો ચિતાર પણ આપ્યો હતો. આખરે મહેસુલી મંત્રી દ્વારા જંત્રીના આ ભાવને લીલીઝંડી આપી દેવામા આવતા ખેડુતોમા ખુશીની લહેર જોવા મળી હતી. Conclusion:પરંતુ ખેડુત સમાજની એક માંગ એવી પણ છે કે નવસારી, કઠોર તથા વલસાડ જીલ્લાના ખેડુતોને પણ જંત્રીના ભાવમા વધારો કરી આપે. જો તેઓને જંત્રીના ભાવમા વધારો કરવામા નહિ આવશે તો ખેડુત આર્થિક રીતે પડી ભાંગશે.

બાઈટ : રતિલાલ પટેલ (ખેડૂત)
બાઈટ : લખન પટેલ(ખેડૂત)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.