- રાજ્યના 20 શહેરોમાં રાત્રી કરર્ફ્યૂનું અમલીકરણ શરૂ
- 20 શહેરોમાં સુરતનો પણ સમાવેશ
- કરર્ફ્યૂ નિયમનું પાલન ન કરનારા સામે યોગ્ય કાર્યવાહી
સુરતઃ રાજ્યના 20 શહેરોમાં રાત્રી કરર્ફ્યૂનું અમલીકરણ શરૂ થઇ ગયું છે. ત્યારે સુરતમાં પણ શહેર પોલીસ દ્વારા ચૂસ્ત બંદોબસ્ત રાખીને રાત્રી કરર્ફ્યૂનું અમલીકરણ શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે સુરતના પોસ વિસ્તારમાં આવેલા પીપલોદ સર્કલ પાસે ખાસ કરીને આમ દિવસોમાં ભીડ વધારે જોવા મળે છે. ત્યાં 8 વાગ્યાથી જ કરર્ફ્યૂનું અમલીકરણ જોવા મળ્યું હતું. જોકે તેમ છતાં ઘણી બધી ગાડીઓ રસ્તા પર જોવા મળી હતી. રસ્તા પર જતા લોકોને અટકાવીને પોલીસ દ્વારા પૂછતાછ કર્યા બાદ જ આગળ જવા દેવામાં આવતા હતા અને યોગ્ય વ્યાજબી જવાબ ન મળે તો તેમની વાહનો ડિટેઇન કરવામાં આવી રહ્યા છે અને તેમને પણ પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા. તે રીતે જ સુરતમાં પણ રાત્રી કરર્ફ્યૂનું અમલીકરણ શરૂ થઈ ગયું છે.
રાજ્યના 20 શહેરોમાં રાત્રી કરર્ફ્યૂનો અમલ શરૂ
રાજ્યના 20 શહેરોમાં રાત્રી કરર્ફ્યૂનો અમલ શરૂ થઇ ગયો છે, ત્યારે આ કરર્ફ્યૂમાં રાજ્ય સરકાર દ્વારા અમુક બાબતે છૂટછાટ આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા જે લોકો હાલ કોરોના મહામારીમાં શહેરના SMC-અન્ય મેડિકલ ટીમ, ફાયરના સ્ટાફને દવાખાને જતા લોકો એરપોર્ટ પર જતા રેલવે સ્ટેશન પર તે લોકોન છૂટછાટ આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ બેંગલુરુમાં કોગ્રેસ MLAના ઘર નજીક હિંસા, 3 મોત, સમગ્ર વિસ્તારમાં કરર્ફ્યૂ લાગું
સુરત પોલીસ દ્વારા ચૂસ્તપણે કરર્ફ્યૂનું અમલીકરણ
સુરત શહેરમાં દરેક વિસ્તારોમાં 8 વાગ્યાની સાથે જ કરર્ફ્યૂનું અમલીકરણ શરૂ થઈ ગયો છે. નિયમનું પલાન ન કરનારા લોકોના વાહનોને પણ ડિટેઇન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને વાહન માલિકને પણ PCR દ્વારા પોલીસ સ્ટેશને લઈ જવામાં આવે છે. જેથી આગળના દિવસોમાં તેઓ આવી ભૂલો ફરીના કરે તે માટે તેઓને આ કામગીરી હાથ ધરવામાં આવી છે અને રાજ્ય સરકારના આદેશ મુજબ રાત્રી કરર્ફ્યૂનો ચૂસ્તપણે પાલન થાય તે માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે.