- દિવસ દરમિયાન સુરત એરપોર્ટમાં 8 ફ્લાઇટ આવે છે
- દર અઠવાડિયે બર્ડ હિટની બે-ત્રણ ઘટનાઓ બને છે
- પક્ષીઓની અકસ્માત રોકવા ફાયર ગનનો ઉપયોગ પણ કરાયો
સુરતઃ ઈન્ટરનેશનલ એરપોર્ટ બનાવા જઈ રહ્યું છે, ત્યારે તેની સામે પણ અલગ અલગ સમસ્યાઓ આવીને ઉભી છે. સુરત એરપોર્ટ પર રોજની 8 ફ્લાઇટ્સ આવે છે. વિમાન ઉતરાણ સમયે પહેલા મોટી-મોટી ઈમારતોની સમસ્યાઓ, લીલા ઘાસ, એરપોર્ટની આજુબાજુ આવેલા ગામડાઓના પશુઓ અચાનક રનવે પર આવી જતાં હતાં. આ બધી સમસ્યાઓથી રાહત મળી તો હવે પક્ષીઓની સમસ્યાઓ સામે આવી રહી છે.
બર્ડ હિટની ઘટનાઓ રોકવા મશીન મગાવામાં આવ્યું
સુરત એરપોર્ટ પર પક્ષીઓથી થતી બર્ડ હિટની અઠવાડિયમાં બે-ત્રણ ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે એરપોર્ટ એસોસિયેશન દ્વારા તેનો ઉકેલ લાવવા માટે ફાયર ગનનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે, પણ તેનાથી કોઈ જ પ્રકારનો ફર્ક જોવા મળી રહ્યો નથી. હાલ એરપોર્ટ એસોસિયેશન દ્વારા પક્ષીઓથી થતી આ ઘટનાને રોકવા માટે એક એવી મશીન મંગાવામાં આવ્યું છે, જેનાથી એરપોર્ટના આજુબાજુ 10 કિલોમીટરની ત્રિજ્યાનો અભ્યાસ કરી શકે છે અને ક્યું પક્ષી, ક્યાં બેઠું છે ? તેની પણ જાણકારી આપશે.
શા કારણે ઘટનાઓ બને છે ?
ઝીંગાના તળાવો પર પક્ષીઓ ઉડતા જ રહે છે પણ હાલ તે સમસ્યાનો અંત પણ આવી ગયો છે. હવે સુરત કલેકટર દ્વારા શહેર અને સુરતના આસપાસના ગામડાઓમાં આવેલા ગેરકાયદેસર ઝીંગાના તળાવો તોડવા માટે આદેશ કરી દેવામાં આવ્યા છે. આ તળાવોને બચાવવા માટે પણ ઘણા વિરોધ થયા છે, પણ તેનો કોઈ ઉકેલ આવ્યો નથી. અંતે બધા જ તળાવોનું ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે. બીજી સમસ્યા જોવા જઇએ તો ડ્રેનેજ લાઈનની છે, જે પહેલાની હતી તે લાઇનની અમુક લાઈન હાલ પણ એરપોર્ટના રનવે નીચે છે. ત્રીજી સમસ્યા કચરાની છે. કચરો રસ્તા પર કોઈ નાખી જાય છે, તો તે કચરો ઉડીને રનવે પર આવી જાય છે, જેથી અમુક સમયે ફ્લાઇટને ઉતરાણ સમયે મુશ્કેલીઓ પડી રહી છે.