સુરતના પુણા વિસ્તારમાં આવેલી મણિબા પાર્ક સોસાયટીમાં ઘરે ઘરે બીમારીના ખાટલા જોવા મળી રહ્યા છે. પુણા વિસ્તારમાં મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે. સ્થાનિકોમાં પાલિકાની કામગીરી સામે વિરોધ કરી રહ્યાં છે. મણિબા સોસાયટીમાં જ 75 કરતા વધુ લોકોને ડેન્ગ્યુની અસર જોવા મળી રહી છે. આવા સંજોગોમાં પાલિકાની ફોગીંગ સહિતની કામગીરી સામે પ્રશ્નાર્થ ચિન્હ ઉભા થાય છે. લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.
આ પણ વાંચો...વિકસિત ગુજરાત રોગચાળાના ભરડામાં, હિંમતનગરના આ ગામમાં 20થી વધુ ડેન્ગ્યુના કેસ નોંધાયા
સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાલિકાનું તંત્ર સફાળું જાગ્યુ છે અને પુણા વિસ્તારમાં સર્વે કામગીરી શરૂ કરવામાં આવી છે. સોસાયટીઓમાં ફોગીંગ અને સર્વે દ્વારા લોકોમાં જાગૃતિ લાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો...ગતિશીલ ગુજરાત રોગચાળાના ભરડામાં, આ ગામમાં 31 ડેન્ગ્યુના કેસ નોંધાયા
સુરત શહેરના લગભગ તમામ ઝોનમાં આ પ્રકારે રોગચાળો જોવા મળી રહ્યો છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા પણ પાલિકા પાસે નથી. આવા સંજોગોમાં પાલિકા તંત્રની કામગીરી શંકાના દાયરામાં આવે તે સ્વાભાવિક છે. આગામી દિવસોમાં પાલિકાનું આરોગ્ય વિભાગ લોકોના આરોગ્ય માટે નક્કર કામગીરી કરે છે કે કેમ તે જોવું રહ્યું..