સુરતઃ શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે જ અહીં દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. શહેરમાં વાઈરલ ઈન્ફેક્શનના દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. આમાં પણ ખાસ કરીને H3N2ના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. તો શરદી-ઉધરસ 30 દિવસ રહેવાની ફરિયાદ ઊઠી રહી છે. જ્યારે બાળકો મિશ્ર ઋતુ વચ્ચે વાઈરલ ઈન્ફેક્શનની ઝપેટમાં આવી રહ્યા છે.
આ પણ વાંચોઃ Corona Cases: અમદાવાદીઓ સાવધાન, કોરોનાના કેસમાં ફરી ઉછાળો
અન્ય કેસ પણ વધ્યાઃ બીજી તરફ નાનાથી મોટી ઉંમરના લોકોમાં તાવ, શરદી, ઉધરસ, ઝાડા, ઊલટી અને ટાઈફોઈડના કેસ વધી રહ્યા છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં વાઈરલ ઈન્ફેક્શનના રોજના 66થી 70 કેસ આવી રહ્યા છે. એમાં 10 ટકા દર્દીઓને દાખલ કરવાની નોબત આવી રહી છે. આ પ્રકારના કેસોમાં કોરોના જેવા જ લક્ષણો જોવા મળી શકે છે. કાં તો પછી ફેફસાંમાં ઈન્ફેક્શન પહોંચે તો જીવનું જોખમ પણ થઈ શકે છે. ત્યારે આવો જાણીએ સિવિલ હોસ્પિટલના સુપરિટન્ડન્ટ શું કહે છે.
છેલ્લા 7 દિવસમાં 666 જેટલા કેસ આવ્યા છેઃ આ અંગે સિવિલ હોસ્પિટલના સુપરિટન્ડન્ટ ડો. ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે, હાલ વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. ઠંડીથી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે અને વરસાદી માહોલ પણ જોવા મળ્યો હતો, જેના કારણે વાઈરલ ઈન્ફેક્શનના કેસમાં વધારો થઈ ગયો છે. રોજના અમારે ત્યાં આ પ્રકારે 40થી 50 કેસો આવે છે, પરંતુ હાલ થોડા દિવસોથી 66થી 70 કેસો આવી રહ્યા છે અને છેલ્લા 7 દિવસમાં 666 જેટલા કેસો આવ્યા છે. એમાં બે ઓપીડી બંધ પણ રાખવામાં આવી હતી. આ વાઈરલ કેસ આવી રહ્યા છે તો લોકો એ પણ સલામતી રાખવાની જરૂર છે કે, ઠંડું પાણી પીવાનું નથી. તેમ જ ગરમ પાણી પીવાની જરૂર છે. હોઈ શકે તો લોકોને અનુકૂળતા હોય તો માસ્ક પણ પેહરી શકે છે.
આ પણ વાંચોઃ H3N2 Variant: રાજ્યમાં નોંધાયા 26 કેસ, પ્રધાન સુધાકરે કહ્યું - સાવચેતી જરૂરી, માસ્ક પહેરવા સુચના
સ્વાઈન ફ્લૂના પણ કેસઃ વધુમાં તેમણે જણાવ્યું હતું કે, H3N2ના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે, જેમાં શરદી-ઉધરસ હલકો તાવ આવવો આવા પ્રકારના લક્ષણો હોય છે. આ પ્રકારની બિમારીઓમાં ડૉક્ટરને બતાવ્યા પહેલા દવા લેવી જોઈએ નહીં. તે ઉપરાંત શહેરમાં બે સ્વાઈન ફ્લૂના કેસો પણ આવ્યા છે. તેઓની મહાવીર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. એક કોરોના દર્દી પણ છે, જેનો RTPCR સ્વીમેર હોસ્પિટલમાંથી નવી સિવિલ હોસ્પિટલમાં ફરી એક વખત RTPCR રિપોર્ટ માટે મોકલવામાં આવ્યો છે. કન્ફ્રર્મ કરવા મોકલવામાં આવ્યો છે.