ETV Bharat / state

ધરમખ ફી વધારા સામે નિષ્ક્રિય FRCનો સુરતમાં વિરોધ

author img

By

Published : Aug 28, 2019, 9:45 PM IST

સુરત: ખાનગી શાળાઓ દ્વારા વાલીઓ પાસેથી ટર્મ ફી, એડમિશન ફી અને FRCના કાયદા પ્રમાણેથી વધુ વસૂલવામાં આવે છે. એટલા માટે રોષે ભરાયેલાં વાલીઓ છેલ્લા બે દિવસથી કચેરી બહાર ધરણાં પર બેઠા છે. FRCના વલણથી કંટાળી ગયેલાં વાલીઓ બુધવારના રોજ FRCના સભ્યોને ભેટમાં તાળું આપી વિરોધ નોંધાવ્યો હતો. ABVPના કાર્યકરોએ વિદ્યાર્થીઓના હિતમાં FRC કમિટીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. સાથે જ દસ દિવસની અંદર ઉકેલ નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

ધરમખ ફી વધારા સામે નિષ્ક્રિય FRCનો સુરતમાં વિરોધ

FRC સુરતના સભ્યોને વાલીઓએ તાળા ભેટમાં આપીને વિરોધ નોંધાવ્યો હતો. છેલ્લા કેટલાય સમયથી શાળાઓ દ્વારા FRC દ્વારા નિર્ધારિત ફી કરતાં વધારે ફી લેવામાં આવે છે. છતાં FRC દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. જેથી રોષે ભરાયેલાં વાલીઓએ FRCના સભ્યોને તાળું આપી કાર્યાલય બંધ કરવાની સૂચના આપી હતી.

બેફામ ફી વસૂલતી ખાનગી શાળાઓ પર લગામ કસવા રાજ્ય સરકાર દ્વારા ફી નિયમનનો કાયદો લાવવામાં આવ્યો. તેમ છતાં વાલીઓ પાસેથી ખાનગી શાળાઓ દ્વારા ટર્મ ફી, એડમિશન ફીના નામે ધરખમ ફી વસૂલવામાં આવે છે.

ધરમખ ફી વધારા સામે નિષ્ક્રિય FRCનો સુરતમાં વિરોધ

આ મુદ્દે FRC માં અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી. છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી રોષે ભરાયેલાં વાલીઓ છેલ્લા બે દિવસથી વાલીઓ ફી રેગ્યુલેટરી કમિટીની કચેરી બહાર માથે કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવી રહ્યા છે. જેમાં ABVPના કાર્યકરો પણ જોડાયા છે. તેમણે FRC કમિટીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. ઉપરાંત કચેરીની બહાર સૂત્રોચ્ચાર કરીને તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો.

Intro:સુરત :ખાનગી શાળાઓ દ્વારા વાલીઓ પાસેથી ટર્મ ફી ,એડમિશન ફી અને એફઆરસી ના કાયદા પ્રમાણેથી વધુ વસુલવામાં આવેલી વધારાની ફી  સહિત ચાર જેટલા મુદ્દે વાલીઓ છેલ્લા બે દિવસથી કચેરી બહાર ધરણા પર બેઠા છે. FRC ના વલણ થી કંટાળી ગયેલા વાલીઓ આજે FRC ના સભ્યો ને ઉપહારમાં તાળું આપ્યું હતું. વાલીઓ કાળી પટ્ટી માથા પર બાંધી કમિટી ના સભ્યો પાસે પહોંચ્યા અને સભ્યો ને જણાવ્યું હતું કે જો તેઓ થી શાળા પર નિયંત્રણ ન થતું હોય તો ઉપહારમાં મળેલા તાળા થી FRC ઓફીસને  બન્ધ કરી દે..ત્યારે આજ રોજ એબીવીપી ના કાર્યકરોએ વિધાર્થીઓના હિત માં એફઆરસી કમિટીને આવેદનપત્ર આપી રજુવાત કરી હતી.દસ દિવસની અંદર ઉકેલ નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

Body:FRC સુરત ના સભ્યો ને વાલીઓ આજે તાળા લઈ ઉપહારમા આપવા પહોંચ્યા હતા.. છેલ્લા કેટલાક સમય થી શાળાઓ દ્વારા FRC દ્વારા નિર્ધારિત ફી કરતા વધારે લેવામાં આવે છે અને FRC નું વલણ નિરાશાજનક હોવાથી આજે તેઓએ તાળું લઈ FRC ના સભ્યો ને આપવા પહોંચ્યા અને કહ્યું હતું કે જો તેઓ થી શાળાઓ ઉપર નિયંત્રણ ન થતું હોય તો FRC કાર્યાલય ને તાળું મારે અને વાલીઓ ચાવી ગાંધીનગર મોકલી આપશે..

વાલીઓ પાસેથી  બેફામ ફી વસુલતી ખાનગી શાળાઓ પર લગામ કસવા રાજ્ય સરકાર દ્વારા ફી નિયમન નો કાયદો લાવવામાં આવ્યો.તેમ છતાં વાલીઓ પાસે ખાનગી શાળાઓ દ્વારા ટર્મ ફી,એડમિશન ફી અને એફઆરસી ના કાયદા વિરુદ્ધ જઈ વધુ ફી વસુલવામાં આવી હોવાનો આરોપ વાલીઓએ કર્યો.ખાનગી શાળા સંચાલકોએ વાલીઓને હજી સુધી આ ફી પરત કરી નથી.ત્યારે સુરતમાં વાલીઓએ એફઆરસી ની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા છે અને ખાનગી શાળાઓ દ્વારા વસુલવામાં આવેલી ફી મુદ્દે લડી લેવાનું મન બનાવી ચુક્યાં છે.છેલ્લા બે દિવસથી વાલીઓ ફી રેગ્યુલેટરી કમિટી ની કચેરી બહાર માથે કાળી પટ્ટી બંધી વિરોધ નોંધાવી રહ્યા છે.છતાં વાલીઓનો સમસ્યાનો ઉકેલ આવ્યો નથી.જેને લઈ આજ રોજ એબીવીપી ના કાર્યકરોએ વિધાર્થીઓના હિત માં કમિટીના અધિકારીઓને આવેદનપત્ર પાઠવી રજુવાત કરી હતી.એબીવીપી ના કાર્યકરો કચેરી બહાર ભારે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

Conclusion:એબીવીપી ની રજુવાત બાદ કમિટી ના અધ્યક્ષ અશોક દવેએ જણાવ્યું હતું કે, નવા કાયદા ના કલમ બે પ્રમાણે દરેક શાળા ટર્મ ફી અને એડમિશન ફી અલગ થી શાળા લઈ શકશે નહીં..જે પણ શાળાઓ વાલીઓ પાસે ટર્મ ફી અલગ થી લઈ રહી હોય તેમણે નોટિસ ફાટકરવામાં આવશે..ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા જે ફી નિર્ધારિત કરવામાં આવી છે તેના અમલીકરણ ની સાથે શિક્ષકોના પગાર વધારા ના નામે FRC કેટલીક શાળાઓ ની ફી માં 7 ટકા નો વધારો કરવા માં આવ્યો છે..FRC એ જણાવ્યું છે કે આવનાર 10 દિવસોમાં વર્ષ 2019-20ની ફી પણ જાહેર કરવામાં આવશે..

બાઈટ : અશોક દવે (FRC ચેરમેન સુરત)

બાઈટ :ઉમેશ ભાઈ (વાલી )

બાઈટ :અપ્પુ પાટીલ( એબીવીપી મહામંત્રી સુરત )

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.