સુરતઃ શહેરના ઉઘના વિસ્તારમાં આવેલા ભીમનગરમાં રહેતા મયુર લાખાણીના લગ્ન સાત વર્ષ પહેલા નેહા નામની યુવતી સાથે થયા હતા. લગ્ન બાદ તેમને સંતાનમાં એક પુત્ર હતો. એક વર્ષ અગાઉ પતિ-પત્ની વચ્ચે ઉગ્ર ઝઘડો થતાં તેમણે છૂટાછેડા લીધા હતા.
જો કે ત્યારબાદ પણ નેહા મયુરના ઘરમાં જ રહેતી હતી. છૂટાછેડા બાદ પણ નેહા સાસરે રહેતા તેના સસરા મેહુલભાઇને શક ગયો હતો કે, તેણી તેના બાળકને લેવા માટે અહી આવી છે. જે વાતનો વહેમ રાખી મેહુલભાઇએ નેહાની હત્યાનું કાવતરુ ઘડ્યું હતું.
આજે એટલે કે, ગુરુવાર સવારે મયુર નોકરીએ ગયો હતો અને તેનો પુત્ર દાદી સાથે નવસારી ગયો હતો. તે દરમિયાન નેહા અને તેના સસરા મેહુલ ઘરમાં એકલા હતા, ત્યારે તેમણે ગુસ્સામાં આવીને નેહાના ગળા પર તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી તેની કરપીણ હત્યા કરી હતી. ત્યારબાદ આરોપી મેહુલે જાતે ઉઘના પોલીસ મથકમાં પહોંચી પોતાનો ગુનો કબૂલ્યો હતો.
ઘટનાની જાણ થતાં ઉઘના પોલીસ અને ઉપરી અધિકારીનો કાફલો ઘટનાસ્થળે પહોંચીને નેહાના મૃતદેહને પોસ્ટમર્ટમ અર્થે નવી સિવિલ હોસ્પિટલમા મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.