સુરત: મોદી અટકને લઈ વિવાદિત નિવેદન આપ્યા બાદ રાહુલ ગાંધીને સુરત ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા બે વર્ષની સજા કરવામાં આવી હતી. સજા બાદ રાહુલ ગાંધી તરફથી સજા અને તેમને દોશી ઠરાવવામાં આવ્યા હતા બંનેને લઈ સ્ટે મુકવા માટે બે અરજી કરવામાં આવી હતી. રાહુલ ગાંધી તરફ થી સુરત સેશન્સ કોર્ટમાં બે અરજી સસ્પેન્શન ઓફ સેન્ટેન્સ અને સસ્પેન્શન ઓફ કન્વીક્શન બે અરજીઓ કરવામાં આવી હતી. તેમાંથી એક સસ્પેન્શન ઓફ સેન્ટેન્સમાં રાહુલ ગાંધીને 15 હજારમાં બોન્ડ ઉપર જામીન મળી હતી.
હવે રાહુલ ગાંધીના વકીલો દલીલ કરી શકે છે: સસ્પેન્શન ઓફ સેન્ટેન્સમાં જામીન મળ્યા બાદ હવે બીજી અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે. 13 મી એપ્રિલના રોજ સસ્પેન્શન ઓફ કન્વીક્શન પર રાહુલ ગાંધીના વકીલો દલીલો રજૂ કરી શકે છે. લોવર કોટ દ્વારા રાહુલ ગાંધીને દોશી ઠહેરાવવામાં આવ્યા છે તેની ઉપર જ તે મૂકવામાં આવે આ માટે આ અરજી છે. આજે સસ્પેન્શન ઓફ કન્વીક્શન અરજી પર ફરિયાદી પૂર્ણેશ મોદી દ્વારા કોર્ટમાં પોતાનો પક્ષ મૂકવામાં આવ્યો હતો રાહુલ ગાંધી ને આ અરજી હેઠળ સ્ટે ન મળે આ માટે જવાબ રજૂ કરવામાં આવ્યો હતો.
30 પાનાનો જવાબ: પૂર્ણેશ મોદીના વકીલ કેતન રેશમવાલાએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી દ્વારા કરાયેલ સસ્પેન્શન ઓફ કનવિકશન અરજીમાં પૂર્ણેશ મોદી તરફ થી 30 પાનાનો જવાબ રજૂ કરાયો છે. અરજીમાં શું જવાબ છે તે હાલ સબજ્યુકેશન હોવાના કારણે જણાવી શકીએ નહીં. તેમની અન્ય અરજી સસ્પેન્શન ઓફ સેન્ટેન્સમાં હવે આવનાર દિવસોમાં આગળની કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.
પૂર્ણેશ મોદી પણ કોર્ટમાં રહ્યા હાજર: ફરિયાદી અને ભાજપના એમ.એલ.એ પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી તરફથી કરાયેલી અરજી ની કાયદાકીય કાર્યવાહી માટે આજે કોર્ટમાં હાજર છું અને પોતાનો જવાબ લેખિતમાં કોર્ટમાં રજૂ કર્યો છે. સમગ્ર કેસ સબજ્યુડિશિયલ હોવાના કારણે આ કેસમાં વધારે હું જણાવી શકીશ નહીં.