સુરત: પીએફ કચેરી દ્વારા કોવિડ 19 અંતર્ગત ચાલી રહેલી મહામારીમાં ઇપીએફઓમાં નવી સ્કીમ 68 L(3) લોકો માટે લોન્ચ કરી હતી. જેમાં લોકો પોતાના પીએફ એકાઉન્ટમાંથી જમા રકમના 75 ટકા રકમ ઉપાડી શકે છે. આ સ્કીમ અંતર્ગત સુરતના 5000થી વધુ લોકોએ 9 કરોડ જેટલી રકમ આ એક મહિનામાં પોતાના પીએફ એકાઉન્ટમાંથી ઉપાડી છે. આ સિવાયના નોર્મલ ક્લેઇમમાં 6500 લોકોએ ક્લેઇમ કર્યો હતો. તેની પણ ચૂકવણી પીએફ કચેરી દ્વારા કરવામાં આવતા આ એક મહિનામાં 33 કરોડ જેટલું પીએફ લોકો લોકડાઉન દરમિયાન ઉપાડ્યું હતું.
હાલમાં કોરોનાની મહામારીમાં સામાન્ય રીતે મધ્યમ વર્ગ અને મજૂર વર્ગ વધુ હેરાન થઈ રહ્યો છે. જો કે, તેઓને પડતી નાણાંકીય મુશ્કેલીમાં એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ કામ આવ્યું હતું. આ અંગે પીએફ કમિશ્નર અજિત કુમારે જણાવ્યું હતું કે, હાલમાં ચાલી રહેલી મારામારીમાં ઇપીએફ દ્વારા કોવિડ 19 અંતર્ગત નવી સ્કીમ 68 L(3) લોન્ચ કરી છે.
જે મુજબ સબ્સ્ક્રાઇબરને એમ્પ્લોઈ નોન રિફંડેબલ એડવાન્સ વિડ્રો કરવાની અનુમતિ આપવામાં આવી છે અને તે પોતાના ખાતામાં જમા રકમના 75 ટકા જેટલી રકમ તે ક્લેઇમ કરી શકે છે અને અમે 24 કલાકમાં આ ક્લેઇમ તેમના ખાતામાં જમા પણ કરી દઈએ છે. કોવિડ-19 અંતર્ગત આ એક મહિનામાં સુરતના 5000 જેટલા લોકોએ ક્લેઇમ કર્યો હતો અને જેઓના 9 કરોડ ચૂકવી દેવામાં આવ્યાં છે.
આ સાથે 36690 જેટલક પેન્શનરોને 5 કરોડ 57 લાખ 55 હજાર રૂપિયાની ચૂકવણી આજ રોજ કરવામાં આવી છે. હાલમાં ચાલી રહેલી કરવાની મહામારીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી જન કલ્યાણ યોજના અંતર્ગત જે કર્મચારીઓ 15 હજારની અંદર પગાર ધરાવે છે. તેઓના ત્રણ મહિના માટે તેમની માસિક આવકના 24 ટકા હિસ્સાની પીએફની રકમ સરકાર તેઓના પીએફ ખાતામાં ડાયરેક્ટ જમા કરશે.
પ્રધાનમંત્રી જન કલ્યાણ યોજના અંતર્ગત સુરતના પીએફ કચેરી દ્વારા 4000 જેટલી કંપનીઓને આ યોજના અંતર્ગત આવરી લેવામાં આવી છે. જેમાંથી 700 જેટલી કંપનીઓએ આ યોજનાનો લાભ લીધો છે અને કર્મચારીઓના ખાતામાં 1 કરોડ 5 લાખ જેટલી રકમ કર્મચારીઓના ખાતામાં જમા પણ કરી દેવામાં આવી છે. અન્ય કંપનીઓને પણ પીએફ વિભાગ દ્વારા આ યોજનાનો લાભ લેવા જાણકારી આપવામાં આવી છે.