સુરત ગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly Election 2022) લઈને સુરત જિલ્લામાં આવતીકાલે મતદાન (Polling in Surat District) થવાનું છે. ત્યારે તંત્ર દ્વારા આજે EVM મશીનની ફાળવણી કરવામાં આવી હતી. તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વિધાનસભાની યોજાનાર ચૂંટણીના (Gujarat Assembly Election 2022) ભાગરૂપે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.દરેક નેતાઓએ તનતોડ મહેનતને આખરી ઓપ આપી દીધો છે.અને તંત્ર દ્રારા પણ તમામ તૈયારીઓને આખરી ઓપ (allotted EVM machines) આપી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે આ વખતે ગુજરાતમાં ચૂંટણીમાં ખરાખરીનો ખેલ જોવા મળવાનો છે. ત્યારે તમામ તૈયારીઓને પુર્ણ કરવામાં આવી છે.
EVM મશીનોની વહેંચણી માંગરોળની મદ્રેસા સ્કૂલ (Madrasa School of Mangarol) ખાતેથી EVM મશીનોની વહેંચણી કરવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે ત્યારે ચૂંટણી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે,માંગરોળ ની મદ્રેસા શાળા ખાતે ચૂંટણી અધિકારી જનમ ઠાકોર ની ઉપસ્થિતિમાં માંગરોળ બેઠકના વિવિધ બુથો ઉપર EVM ની ફાળવણી કરવામાં આવી હતી.
સંવેદનશીલ બુથ મથકો 111 અતિ સંવેદનશીલ બુથ મથકો (Sensitive booths) જાહેર કરવામાં આવ્યાપ્રાંત અધિકારી જનમ ઠાકોર એ જણાવ્યું હતું કે 156 માંગરોળ વિધાનસભામાં(Mangalore Assembly) 111 જેટલા સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ બુથ મથકો જાહેર કરવામાં આવ્યા છે. પેરા મીલેટરી ફોર્સ પોલીસ સ્ટાફ એસઆરપી સહિતના જવાનોને બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવ્યા છે. સમગ્ર સુરત જિલ્લામાં ચૂંટણી તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. તમામ સ્ટાફને ઇવીએમ મશીન આપી બુથ મથકે ટીમને રવાના કરી દેવામાં આવી છે.