સુરત : શહેરમાં વધુ એક વખત 108ની ટીમની સહનીય કામગીરી સામે આવી છે. સુરત 108ની ટીમે પાંડેસરાના વિસ્તારમાં આવેલ વડોદગામમાં રહેતી 23 વર્ષીય મહિલા રેશમિદેવી રાહુલભાઇ ભેરવી જેઓને 9 માસનો ગર્ભ હતો. તેમને અચાનક પ્રસુતીની પીડા થતા તેમના પતિએ 108 એમ્બયુલેન્સને જાણ કરી હતી. જેથી 108ની ટીમ તેમના ઘરે પોહચી તેમની તપાસ કરવામાં આવી પરંતુ મહિલાની સ્થિતિ જોતા હોસ્પિટલ લઇ જવાય એમ નઈ હતું.જે થી 108ની ટીમે ઘરમાં જ મહિલાની ડિલિવરી કરાવી હતી. મહિલાએ સ્વસ્થ બાળકને જન્મ આપતાં પરિવારમાં ખુશીનો માહોલ જમ્યો હતો. જોકે ત્યારબાદ મહિલા અને બાળકને વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. પરિવારે 108ના ટીમનો આભાર માન્યો હતો.
મહિલાની ઘરમાં ડિલિવરી કરવામાં આવી : આ બાબતે રેશમિદેવીના પતિ રાહુલએ જણાવ્યું હતું કે, મારી પત્નીને અચાનક મોડી રાતે પેટમાં દુખાવો થવા લાગ્યો હતો અને મારી પત્નીને નવ માસનો ગર્વ પણ હતો. જેથી મેં લઈ જવા માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. એમ્બ્યુલન્સ ઘરે પહોંચી હતી અને પત્નીને જોઈ તપાસી તેમણે કહ્યું હતું કે, તેમને હોસ્પિટલ લઈ જવા જેવી પરિસ્થિતિ નથી કારણ કે, અમે લઈને જઈશું તો લાગે છે કે, ચાલુ એમ્બ્યુલન્સમાં જ ડીલેવરી થઈ જશે તેવી સ્થિતિ છે. જેથી તેઓએ સલામતી રાખીને ઘરમાં જ ડિલિવરી કરી હતી અને મારી પત્નીએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો. ત્યારબાદ પત્નીને લઈને વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ગયા હતા. હાલ બંનેની તબિયત સારી છે.
આ પણ વાંચો : Womens Day: રાજ્યનો એક માત્ર એવો જિલ્લો જ્યાં 108 સ્ટાફમાં તમામ મહિલાઓ
પરિવારે અમારો આભાર માન્યો હતો : આ બાબતે 108 એમ્બ્યુલન્સના ઈ.એમ.ટી. નિતીન ડાભીએ જણાવ્યું હતું કે, આ મામલો 10 તારીખે રાત્રે 12:30 વાગ્યાની આસપાસ બની હતી. અમને આ ઘટના અંગે કોલ આપવામાં આવ્યો હતો. જેથી અમે પાંડેસરા વિસ્તારમાં આવેલ વડોદ ગામમાં ચાણી ફળીયામાં રાહુલભાઈ ભેરવીના ઘરે પહોંચ્યા ત્યાં તેમની પત્નીને પ્રસુતી માટે પીડા થઈ રહી હતી. અમારી ટીમે તેમને જોઈએ તપાસી તો એમને હોસ્પિટલ લઇ જવા જેવી પરિસ્થિતિ નહિ હતી જેથી મેં રાહુલભાઈને વાત કરીને તેમના ઘરમાં જ પત્નીની સફળતાપૂર્વ ડિલિવરી કરાવી હતી. તેમણે બાળકને જન્મ આપ્યો હતો. અને ત્યારબાદ અમે બાળક અને તેમની માતાને વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. તેમના પરિવારે અમારો આભાર પણ માન્યો હતો.
આ પણ વાંચો : Gujarat 108 Mobile App: હવે ઈમરજન્સીમાં હાથવગી App 108, ત્રણ ભાષામાં પ્રાપ્ય