સુરત : સુરતના કાપોદ્રા વિસ્તારમાં ગૌતમ પાર્ક સોસાયટીમાં રહેતા પ્રકાશ પટેલની સાથે સ્નેહલતા બેન રહેતા હતા. પ્રકાશ પટેલની બીજી પત્ની પણ છે. તે રાબેતા મુજબ દુકાને હતા. ત્યારે તેમની પત્નીનો વિડીયો કોલ નહી આવતા તેઓને અજુગતું લાગતા ઘરે ગયા હતા. ઘરે જઈને જોયું તો સ્નેહલતા બેન લોહી લુહાણ હાલતમાં પડી હતી. તેણીને ગળા અને છાતીના ભાગે ચપ્પુના (Surat Murder Case) ઘા ઝીકી હત્યા કરાઈ હતી.
આ પણ વાંચો : Vadodara Murder Case : બ્રાહ્માનગરમાં થયેલી હત્યાનો આરોપી જાહેરમાં આવતા લોકોના ટોળા ઉમટી પડ્યા
પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો - સોસાયટીની અંદર ઘરના પહેલા માળે મહિલાની (Woman Killed by Paddle In Surat) હત્યા કરી અજાણ્યો શખ્સ ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ બાદ પ્રકાશ પટેલે પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા ત્યાં લાગેલા CCTV ફૂટેજ સહિતની બાબતોના આધારે તેમજ (Murder Case in Kapodra) પડોશીઓને પૂછપરછ હાથ ધરી છે. પોલીસ ગણતરીના કલાકોમાં આ હત્યાનો ભેદ ઉકેલી કાઢે તેવી શક્યતા રહેલી છે.
આ પણ વાંચો : Accused of murder arrested : પરપ્રાંતીય મજૂરની હત્યા કરી મૃતદેહ સળગાવનાર આરોપી ઝડપાયો
રહીશોનું ટોળું થયું એકઠું - ઉલ્લેખનીય છે કે સોસાયટીમાં બનેલી હત્યાની ઘટનાને લઈને ત્યાં ચકચાર મચી જવા પામી હતી. તેને લઈને રહીશોનું ટોળું પણ ત્યાં એકઠું થઇ ગયું હતું. જો કે હત્યા કોણે અને શા માટે કરાઈ છે તે દિશામાં પોલીસ (Surat Crime News) દ્વારા હાલ તપાસ શરુ કરાઈ છે. પરંતુ આ ઘટનામાં ચોકાવનારી માહિતી સામે આવે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે.