સુરત: મહાત્મા ગાંધીજીની જન્મજ્યંતિને સ્વચ્છતાના જન આંદોલન થકી ઉજવવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાન બાદ સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ હેઠળ રાજ્યના તમામ ગામડાઓમાં વિવિધ પદાધિકારીઓની આગેવાની હેઠણ દેશભરમાં મહાશ્રમદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતમાં નાવડી ઓવારા ખાતે દરિયાકિનારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ભાજપના આગેવાનો સહિત પદાઅધિકારીઓએ હાથમાં ઝાડુ લઈ રોડ રસ્તા પર ગંદકી દૂર કરી હતી.
-
સ્વચ્છતાને જીવનમાં એવી રીતે અપનાવી લો કે એ આદત બની જાય !
— C R Paatil (@CRPaatil) October 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
પૂજ્ય ગાંધીજીની જન્મ જયંતિનાં પૂર્વ દિવસે માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબનાં માર્ગદર્શન અને પ્રેરણા અંતર્ગત સમગ્ર દેશમાં સ્વચ્છતા માટે શ્રમદાન અભિયાન હેઠળ આજે સુરત મહાનગર ખાતે સ્વચ્છતા કાર્યક્રમમાં જોડાઇ… pic.twitter.com/xt2pG0NR85
">સ્વચ્છતાને જીવનમાં એવી રીતે અપનાવી લો કે એ આદત બની જાય !
— C R Paatil (@CRPaatil) October 1, 2023
પૂજ્ય ગાંધીજીની જન્મ જયંતિનાં પૂર્વ દિવસે માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબનાં માર્ગદર્શન અને પ્રેરણા અંતર્ગત સમગ્ર દેશમાં સ્વચ્છતા માટે શ્રમદાન અભિયાન હેઠળ આજે સુરત મહાનગર ખાતે સ્વચ્છતા કાર્યક્રમમાં જોડાઇ… pic.twitter.com/xt2pG0NR85સ્વચ્છતાને જીવનમાં એવી રીતે અપનાવી લો કે એ આદત બની જાય !
— C R Paatil (@CRPaatil) October 1, 2023
પૂજ્ય ગાંધીજીની જન્મ જયંતિનાં પૂર્વ દિવસે માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબનાં માર્ગદર્શન અને પ્રેરણા અંતર્ગત સમગ્ર દેશમાં સ્વચ્છતા માટે શ્રમદાન અભિયાન હેઠળ આજે સુરત મહાનગર ખાતે સ્વચ્છતા કાર્યક્રમમાં જોડાઇ… pic.twitter.com/xt2pG0NR85
'સુરત શહેરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને સુરત મહાનગરપાલિકાને કર્મચારીઓ સાફ-સફાઈની ઝુંબેશમાં જોડાયેલા છે. સુરત શહેરના દરેક વોર્ડમાં આ કાર્યક્રમ ચાલી રહ્યો છે. દરેક કાર્યક્રમમાં 1500થી વધારે લોકો હાજર છે. નાવડી ઓવારા ખાતે 2,000 થી વધુ લોકો જોડાયા છે. દેશના લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ સંકલ્પને પૂર્ણ કરવા માટે તત્પર છે. જે થકી આવનારી પેઢીને સફાઈ માટેની સમજ આવશે. સુરત સફાઈમાં બીજા ક્રમે આવ્યું છે ત્યારે પહેલા નંબરે આવવાનો પ્રયાસ ચાલુ છે.' - સી આર પાટીલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ
25 લાખ જેટલા લોકો જોડાયા: શ્રમદાનનાં અંતમાં એકત્રિત થયેલા કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે સેગ્રીગેશન શેડ, MRF જેવા યોગ્ય સ્થળ સુધી પહોંચાડવા માટે પણ પૂર્વ આયોજન કરાયું છે. આ સંપૂર્ણ શ્રમદાન ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી' અને ‘ઝીરો વેસ્ટ’ પહેલને પ્રોત્સાહિત કરશે. ઉલ્લેખનીય છે કે, શ્રમદાન માટે સ્વચ્છતા હી સેવા પોર્ટલ પર રાજ્યભરમાં 30,000 જેટલા કાર્યક્રમોની નોંધણી થઈ છે, જેમાં આશરે 25 લાખ જેટલા લોકો એક સાથે જોડાઈને એ સાથે શ્રમદાન કર્યું હતું. સુરતમાં પણ 2 હજાર જેટલા લોકોએ મહાત્મા ગાંધીજીની જન્મજ્યંતિને સ્વચ્છતાના જન આંદોલન થકી એક તારીખ, એક કલાક” સૂત્ર સાથે મહાશ્રમદાન તકી સફાઈ અભિયાન હાથ ધર્યું હતું.