સુરત: સરથાણા જકાતનાકા વિસ્તારમાં રહેતા ઈમ્પોર્ટ- ઍક્સપોર્ટના વેપારીના વૃદ્ધ જમીન દલાલ પિતાએ રાત્રે સાડા ઘરમાં લાયસન્સવાળી રિવોલ્વરથી પોતાની જાતે છાતીના ભાગે ગોળી મારી આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામ્યો છે. આ બનાવની જાણ થવાની સાથે સ્થાનિક પોલીસનો(Surat Sarthana Police)કાફલો ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીશની બિમારીથી કંટાળીને આ પગલુ ભર્યું હોવાનુ કહેવાય છે.
છાતીના ભાગે ગોળી મારી આત્મહત્યા કરી - આ બનાવ અંગે સરથાણા પોલીસના જણાવ્યા (Land broker commits suicide in Surat)મુજબ મૂળ અમરેલીના રાજુલા તાલુકાના સાજણાવવા ગામના વતની અને હાલમાં શહેરમાં સરથાણા જકાતનાકા સન સ્ટારસીટી સોસાયટીમાં રહેતા ચેતન બાલુ સોડવાડીયા ઈમ્પોર્ટ ઍક્સપોર્ટના ધંધા સાથે સાથે સંકળાયેલા છે. રાત્રેના સાડા દસેક વાગ્યાના આરસામાં ચેતનભાઈના 66 વર્ષીય પિતા બાલુભાઈ પોપટભાઈ સોડવડીયાએ પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી પોતાની જાતે જ છાતીના ભાગે ગોળી મારી આત્મહત્યા કરી હતી. ઘરમાં ગોળીબારનો અવાજ સાંભળી ચેતનભાઈ સહિત પરિવારના સભ્યો તેમના બેડરૂમમાં દોડી આવ્યા હતા. બાલુભાઈને તાબડતોડ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ વૃદ્ધ દંપતીએ આત્મહત્યા કરી મોતને વ્હાલું કર્યું
પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી - જોકે તે પહેલા બાલુભાઈનું મોત થઈ ચુક્યુ હતું. આ ફાયરિંગના બનાવની જાણ થવાની સાથે જ સરથાણા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતક બાલુભાઈની લાશની પોસ્ટમોટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે ચેતનભાઈની ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરી છે. વધુમાં સુત્રોના જણાવ્યા મુજબ બાલુભાઈ અગાઉ જમીન દલાલીનું કામકાજ કરતા હતા. છેલ્લા કેટલાક વર્ષોથી તેમને ડાયાબીટીશ અને કોલેસ્ટ્રોલની બિમારીથી હતી. જેનાથી તેઓ કંટાળી ગયા હતા. પૌત્ર-પોત્રી કેનેડામાં અભ્યાસ કરે છે. ત્રણ વર્ષ પહેલા તેમની પત્નીનું મોત થયા બાદ તેઓ એકલવાયું જીવન જીવતા હતા. હાલ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Youth Suicide in Navsari : પરિવારમાં આવેલી ઉથલપાથલથી હતાશ યુવાને ફાંસો ખાઈ આત્મહત્યા કરી
ગોળી મારતા પહેલા પુત્રને ફોન કરી બોલાવ્યો - પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મૃતક બાલુભાઈ સાડવાડીયા અગાઉ જમીન દલાલીના કામકાજ સાથે સંકળાયેલા હતા. તેઓ ડાયાબિટીશ અને કોલસ્ટ્રોલની બિમારી હતી. ત્રણ વર્ષ પહેલા તેમની પત્નીનું મોત થયુ હતુ, પૌત્ર-પૌત્રી કેનેડામાં અભ્યાસ કરવા ચાલી જતા તેમને ગમતુ ન હતુ. બાલુભાઈએ રાત્રે તેના બેડરૂમમા ગોળી મારી આત્મહત્યા કરતા પહેલા તેના પુત્ર ચેતનને ફોન કરી બોલાવ્યો હતો. ચેતનભાઈ તેવા તેમના રૂમમાં આવે તે પહેલા તેઓએ છાતીમાં ગોળી મારી લીધી હતી. ચેતનભાઈએ તાબડતોડ સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો.