ETV Bharat / state

સુરતમાં 260થી વધુ કાર ભાડે લઈ વેચી દેવાનું કૌભાંડ બહાર આવ્યું - botad police

સુરતમાં રાજ્ય વ્યાપી કાર ભાડે લઈ અલગ-અલગ લોકોને ગાડીઓ વેચી અથવા તો ગીરવે મુકવાનું કૌભાંડ સામે આવતા પોલીસ પણ ચોંકી ગઇ છે. કારણ કે, માત્ર એક જ વ્યક્તિ દ્વારા સુરતના અલગ-અલગ લોકો પાસે 260થી વધુ ગાડીઓનું કૌભાંડ કરવામાં આવ્યું છે. જે બાબતે સુરત ઇકો સેલમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે.

કાર ભાડે લઈ વેચી દેવાનું કૌભાંડ બહાર આવ્યું

author img

By

Published : Jun 7, 2021, 9:09 AM IST

  • કાર ભાડે આપવાનું કૌભાંડ સામે આવ્યું
  • 112 ગાડીઓ લોકો પાસે કરાર કરાવી ભાડે રાખી
  • સુરતની ઇકો સેલમાં જે ફરિયાદ નોંધાઇ

સુરત : શહેરમાંથી રાજ્યવ્યાપી કાર ભાડે આપવાનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં એક વ્યક્તિ દ્વારા કાર બારોબાર ગીરવે મૂકી કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવી દેતા શહેરમાં ફરિયાદીની દોડધામ થઈ ગઈ છે. શહેરની ઇકો સેલમાં જે ફરિયાદ નોંધાઇ છે.

કાર ભાડે લઈ વેચી દેવાનું કૌભાંડ બહાર આવ્યું
કાર ભાડે લઈ વેચી દેવાનું કૌભાંડ બહાર આવ્યું

112 ગાડીઓ લોકો પાસે કરાર કરાવી ભાડે રાખી હતી

આરોપી કેતુલ પરમાર જે મૂળ બનાસકાંઠા અને સુરતના કામરેજ ખાતે આવેલા લાસકાણા ખાતે રહે છે. તે પહેલા તેને ફરિયાદીઓ પાસે ડી જી સોલાર કંપની ઝઘડિયા ખાતે કારો ભાડે મુકવાની હોવાથી તે બાબતે પ્રથમ 112 ગાડીઓ લોકો પાસે કરાર કરાવી ભાડે રાખી હતી. આ કૌભાંડી કેતુલ પરમારે સૌ પ્રથમ લોકોને સમયસસર કરારમાં નક્કી કરેલા મુજબ ભાડું ચૂકવતો પણ હતો.

આ પણ વાંચો : શામળાજી પોલીસે કારમાંથી 80 લાખની રોકડ સાથે 3 રાજસ્થાનીને ઝડપ્યા

બે-ત્રણ વર્ષથી આ ગાડીઓ ભાડે ફરી રહી હોવાનું રટણ

આ કૌભાંડમાં 10 લોકો ભોળવાઈ ગયા અને કાર ભાડે મૂકી છે. બે-ત્રણ વર્ષથી આ ગાડીઓ ભાડે ફરી રહી હોવાનું જુઠ્ઠું રટણ કૌભાંડી દ્વારા કરવામાં આવતું હતું. કોઈ એક વ્યક્તિએ પોતાની આટલી કિંમતી ગાડીઓ ખરેખર ક્યાં ભાડે અને કેવી સ્થિતિમાં ફરે તે જોયું નથી.

મોટી ગાડીનું 40 કે 45 હજાર ભાડું

દર મહિને કેતુલ દ્વારા એક ગાડીનું ભાડું એટલે કે 30 હજાર મહિને અને મોટી ગાડીનું 40 કે 45 હજાર ભાડું આપતો હતો. ભાડું આપવાનું બંધ થયું અને લોકોને ધક્કા ખવડામાં આવ્યા હતા. ત્યારે ખ્યાલ આવ્યો કે, આ કાર કૌભાંડી દ્વારા કરોડો રૂપિયાનું કારનું કૌભાંડ આચરી પોતે રૂપિયામાં રમતો થઈ ગયો છે. પરંતુ આખરે પોલીસની પકડમાં આવી ગયો.

આ પણ વાંચો : લાખોની કિંમતની ગાડીઓ ચલાવવાનો આનંદ માણી શકાશે જાણો કેવી રીતે

60થી વધુ ગાડીઓ સુરતની

સુરત ઇકો સેલમાં જ્યારે ફરિયાદ નોંધી ત્યારે સુરતની અલગ-અલગ 60થી વધુ ગાડીઓ સુરતની હોવાનું સામે આવ્યું છે. જેમાં કેટલાક ફરિયાદીઓ તો નાના માણસો એટલે કે ગાડી લૉન પર લીધી હતી અને ભાડે આપી જેથી સાઈડમાં નાનો મોટો વેપાર થઈ જાય. પરંતુ આવા લોકોને પણ છેતરી ગાડીઓ કોની પાસે ગીરવે રાખી કે કાગળોની ઉથલ પાથલ કરી વેચી દેવામાં આવી છે.

65 જેટલી ગાડીઓ કબ્જે કરી અને ગાડીઓના માલિકોને બોલાવી નિવેદનો લીધા

સુરત પોલીસ દ્વારા આ કૌભાંડ બાબતે સતત તપાસ કરવામાં આવી રહી છે. આ કૌભાંડની અંદર કેટલા લોકોનો સમાવેશ છે અને કેટલા કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. 65 જેટલી ગાડીઓ કબ્જે કરી અને ગાડીઓના માલિકોને બોલાવી નિવેદનો લેવામાં આવી રહ્યા છે. આરોપીને બોટાદ પોલીસે કોઈ ગુનામાં પકડાતા આખા ગુનાનો ભેદ ઉકેલાયો છે. પરંતુ સુરત પોલીસ હવે આરોપીને કોર્ટમાંથી કબ્જો મેળવીને તપાસ કરશે તો અનેક ખુલાસા સામે આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.