ETV Bharat / state

Surat Crime: સુરતમાં ગણપતિ વિસર્જન માટે ખોદેલા ખાડામાં પાંચ વર્ષનો બાળક પડી જતા મોત - Surat crime News

સુરત શહેરના નવાગામ ડિંડોલી વિસ્તારમાં ગણપતિ વિસર્જન માટે ખોદેલ ખાડામાં પાંચ વર્ષનો બાળક પડી જતા મોત થવાની ઘટના સામે આવી છે. જોકે આ બનાવમાં સૌપ્રથમ વખત તો બાળકના વાલીઓ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી. ત્યારબાદ બાળકનો મૃતદેહ ગણપતિ વિસર્જન માટે ખોદેલા ખાડામાંથી મળી આવ્યો હતો. જોકે હાલ સમગ્ર મામલે ડીંડોલી પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

સુરતમાં ગણપતિ વિસર્જન માટે ખોદેલા ખાડામાં પાંચ વર્ષનો બાળક પડી જતા મોત

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 30, 2023, 9:33 AM IST

સુરતમાં ગણપતિ વિસર્જન માટે ખોદેલા ખાડામાં પાંચ વર્ષનો બાળક પડી જતા મોત

સુરત: નવાગામ ડિંડોલી વિસ્તારમાં આવેલ શ્રી નગર સોસાયટીમાં રહેતા 5 વર્ષીય સત્યમ ભીડ જેઓ ગઈકાલે રમતા રમતા સોસાયટીની બાજુમાં આવેલ ખાલી જગ્યામાં જ્યાં ગણપતિ વિસર્જન માટે 7 થી 10 ફૂટ ખાડો ખોદવામાં આવ્યો હતો. ત્યાં રમતા રમતા તે જ ખાડામાં પડી ગયો હતો. તેનું મોત થઇ ગયું હતું. બીજીબાજુ પરિવારને સત્યમ જોવા ન મળતા તેની શોધખોળ હાથ ધરી હતી.

પરિવાર શોકમાં ગરકાવ: અંતે અન્ય બાળ મિત્રો દ્વારા પરિવારને જણાવ્યું હતું કે, સત્યમ ખાડામાં પડી ગયો છે. જેથી તાત્કાલિક સોસાયટીના લોકો ત્યાં દોડી ગયા હતા અને લોકો દ્વારા જ સત્યને બહાર લાવ્યા હતા. પરંતુ તેનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. મોત થતા જ પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયું હતું. તો બીજી બાજુ ઘટનાની જાણ થતા જ ડિંડોલી પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને બાળકના મૃતદેહનો કબજો લઇ નવી સિવિલ હોસ્પિટલ પોસમોટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

"આજે સાંજે મને ફોન આવ્યો કે, સત્યમ કશે દેખાતો નથી. જેથી હું ગભરાઈને ઘરે આવી ગયો હતો. હું અને મારા સોસાયટીના લોકો સત્યમને શોધવામાં લાગી ગયા હતા. ત્યારે જ તેના બાળ મિત્રો આવ્યા અને કહ્યું કે, સત્યમ ગણપતિ વિસર્જન માટે ખોદવામાં આવેલા ખાડામાં પડી ગયો છે. જેથી અમે ત્યાં ગયા અને ત્યાં જ તેને બહાર લાવ્યા પરંતુ તેનું મોત થઇ ગયું હતું."-- બાળકના પિતા

પોલીસે અહીં પહોંચી: આ બાબતે સુરત પોલીસ ડીસીપી ઝોન 4 ના અધિકારી ભગીરથસિંહ ગઢવીએ જણાવ્યું કે, "ડીંડોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ શ્રી નગર સોસાયટીમાં એક ઘટના બની છે કે, આજે સાંજે સાડા પાંચ થી છ વાગ્યાની આસપાસ સોસાયટીની બાજુમાં ગણપતિ વિસર્જન માટે એક કૃત્રિમ ખાડો ખોદવામાં આવ્યો હતો. ત્યાં ગઈકાલે ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. તે જ ખાડામાં આજે સાંજે પાંચ વર્ષનું બાળક પડી ગયો હતો. તે મામલે પોલીસે અહીં પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે".

  1. Surat Crime : વચગાળાના જામીન પર ફરાર ડ્રગ્સ માફિયા સોડા પીવા દુકાન પર આવ્યો, ફિલ્મી ઢબે દબોચી લેતી પોલીસ
  2. Surat Crime: ઘરે બેસી મહિને કમાવવાની લાલચ પડી ભારે, ગઠિયાઓ 30 હજાર પડાવી ગયા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.