ETV Bharat / state

Surat News: ધોળે દિવસે ત્રણ મહિલાઓ વૃદ્ધ મહિલાને બેભાન કરી સાડા ત્રણ લાખના દાગીનાની લૂંટ કરી ફરાર

શહેરમાં શાકભાજી લઈને પોતાના ઘરે જઈ રહેલી વૃદ્ધ મહિલાને ત્રણ અન્ય મહિલાઓએ બેભાન કરી સાડા ત્રણ લાખના દાગીના લૂંટી ફરાર થઈ ગઈ છે. અજાણી ત્રણ મહિલાઓએ વૃદ્ધ પાસેથી બે સોનાની બંગડી અને બે બુટ્ટી કાઢીને રિક્ષામાં ફરાર થઈ ગઈ હતી. મહિલાએ આ અંગે પહેલા પરિવારને જાણ કરી હતી અને તપાસમાં આ ત્રણેય મહિલાઓ સીસીટીવી કેમેરામાં જોવા પણ મળે છે જેના આધારે પરિવારએ પોલીસ ફરીયાદ નોંધાવી છે.

author img

By

Published : Aug 6, 2023, 1:53 PM IST

Etv BharatSurat News:
Etv BharatSurat News:
વૃદ્ધ મહિલાને બેભાન કરી સાડા ત્રણ લાખના દાગીના લૂંટ

સુરત: શહેરના પુણાગામ વિસ્તાર ખાતે આવેલા ચિન્ટુ નગર સોસાયટીમાં રહેતા 62 વર્ષીય શારદાબેન સભાડિયા પોતાના સંબંધી હોસ્પિટલમાં દાખલ હોવાથી તેઓ ખબર પૂછવા માટે ગયા હતા અને ત્યારબાદ શાકભાજી ખરીદવા માટે માર્કેટ ગયા હતા. શાકભાજી ખરીદ્યા બાદ તેઓ પરત ફરી રહ્યા હતા તે દરમિયાન રસ્તામાં ત્રણ મહિલાઓ મળી હતી. આ ત્રણે મહિલાઓએ વૃદ્ધ શારદાબેનને આ રૂપિયાની થેલી અમે તમારી થેલીમાં મૂકી રહ્યા છે અને ત્યારબાદ અચાનક જે શારદાબેનના માથે કંઈક નાખતા તેઓ બેભાન થઈ ગયા હતા.

સોનાની બંગડી અને કાનની બુટીઓ ગાયબ: શારદાબેન જ્યારે ભાનમાં આવ્યા ત્યારે તેમના હાથમાંથી બે સોનાની બંગડી અને કાનની બુટીઓ ગાયબ થઈ ગઈ હતી. આ અંગે તેઓએ પોતાના બંને પુત્રોને જણાવ્યું હતું શારદાબેનના બે સંતાનો છે. જેઓ રત્નકલાકાર તરીકે નોકરી કરે છે અને પરિવારની આર્થિક જવાબદારી ઉઠાવે છે. બંને પુત્રોને આ અંગેની જાણ થતાં જ તેઓએ એ જાણ કરી હતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ પણ હરકતમાં આવી હતી. સમગ્ર મામલે તપાસ શરૂ કરી દીધી છે.

" જ્યારે હું ભાનમાં આવી ત્યારે આ અંગે પોતાના બંને પુત્રોને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. તેઓ મને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. જ્યાં સમગ્ર મામલે હકીકત પોલીસને જણાવી છે. એ બંગડી અને બુટી તેઓ લઈ ગયા છે આ મહિલાઓ કોણ હતી એ અંગે મને જાણ પણ નથી. તેઓએ મને જણાવ્યું હતું કે હું રૂપિયાની થેલી તમારી થેલીમાં મૂકી રહી છું. હું કશું કહું તે પહેલા જ હું બેભાન થઈ ગઈ હતી. તેઓએ મારા માથા ઉપર કશું નાખી દીધું હતું." - શારદાબેન

સીસીટીવી ફૂટેજમાં દેખાઈ ત્રણ મહિલાઓ: પુના પોલીસ સ્ટેશનના પી.એસ.ઓ દ્વારા મળતી માહિતી મુજબ શારદાબેન તરફથી ફરિયાદ નોંધાવવામાં આવી છે કે તેઓ શાકભાજી માર્કેટથી પરત ફરી રહ્યા હતા ત્યારે ત્રણ મહિલાઓએ તેમના દાગીના લૂંટી લીધા છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે અને ખાસ કરીને સીસીટીવી ફૂટેજમાં ત્રણેય મહિલાઓ જોવા મળે છે જેના આધારે આ મહિલાઓ કોણ છે તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

  1. Surat Crime : ખોલવડમાં બંધ ઘર બન્યું ચોરનું ટાર્ગેટ, પરિવાર ગયો હતો ફરવાને બધું લૂંટાઇ ગયું
  2. Ahmedabad Crime: બસમાં રોકડ કે દાગીના લઈને મુસાફરી કરતા હોવ તો ચેતી જજો, જાણો વેપારી સાથે બનેલી આ ઘટના

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.