ETV Bharat / state

ઈન્જેકશન અછત: છેલ્લા એક અઠવાડિયામાં પ્રાઇવેટ હોસ્પિટલ દ્વારા 50 લાખની દવાઓ ખરીદાઈ - latest news of surat

કોરોનાના કેસોમાં છેલ્લા કેટલાક દિવસથી વધારો જોવા મળી રહ્યો છે અને આ વચ્ચે કોરોનાના દર્દીઓ અતિ ગંભીર છે. તેઓને આપવામાં આવતી ટોસિલિઝુમેબ ઇન્જેકશનની અછતને લઈ વારંવાર ફરિયાદ દર્દીઓના પરિજનો દ્વારા કરવામાં આવી છે. આખરે આ ફરિયાદોના પગલે સુરત જિલ્લા કલેકટર દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં સિવિલ હોસ્પિટલના ત્રણ સિનિયર ડોકટરોની પેનલ સામેલ છે.

જયંતિ રવિ
પ્રાઇવેટ હોસ્પિટલ દ્વારા 50 લાખની દવાઓ ખરીદાઈ
author img

By

Published : Jul 9, 2020, 7:41 PM IST

સુરતઃ કોરોનાના કેસોમાં છેલ્લા કેટલાક દિવસથી વધારો જોવા મળી રહ્યો છે અને આ વચ્ચે કોરોનાના દર્દીઓ અતિ ગંભીર છે. તેઓને આપવામાં આવતી ટોસિલિઝુમેબ ઇન્જેકશનની અછતને લઈ વારંવાર ફરિયાદ દર્દીઓના પરિજનો દ્વારા કરવામાં આવી છે. આખરે આ ફરિયાદોના પગલે સુરત જિલ્લા કલેકટર દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં સિવિલ હોસ્પિટલના ત્રણ સિનિયર ડોકટરોની પેનલ સામેલ છે.

ઈન્જેકશન અછત: છેલ્લા એક અઠવાડિયામાં પ્રાઇવેટ હોસ્પિટલ દ્વારા 50 લાખની દવાઓ ખરીદાઈ

આ અંગે રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, કેટલાક પ્રાઇવેટ ડોકટરો દ્વારા બિનજરૂરી પણ કેટલાક દર્દીઓને આ ઇંજેક્શન પ્રિસ્ક્રિપ્શન કરીને આપવામાં આવ્યું છે. છેલ્લા એક અઠવાડિયામાં પ્રાઇવેટ હોસ્પિટલ દ્વારા 50 લાખ રૂપિયાની દવાઓ ખરીદવામાં આવી છે.

જે દર્દીઓ અતિ ગંભીર હોય તેઓને જ આ ઇંજેક્શન આપવાનું રહેશે. ઇન્જેક્શન સરકાર સ્વિત્ઝરલેન્ડથી મંગાવે છે. અમદાવાદ, ગાંધીનગર અને વડોદરાથી પણ વધુ ઇન્જેક્શન સુરતને મોકલવામાં આવ્યા છે. અત્યાર સુધી 198 જેટલા ઈન્જેકશન સુરતને આપવામાં આવ્યા છે. હવેથી જો ઇન્જેક્શન દર્દીને જોઈતું હશે તો પ્રાઇવેટ હોસ્પિટલના ડોક્ટરો અને દર્દીના તમામ રિપોર્ટ, પ્રિક્સીપશન રિપોર્ટ એક મેલ થકી સમિતિને મોકલવામાં આવશે અને તેની તમામ ચકાસણી કર્યા બાદ આ સમિતિના ડો સુપ્રિટેન્ડેન્ટને ભલામણ કરશે. ત્યારબાદ એક દિવસની અંદર આ ઇંજેક્શન દર્દીને મળી શકશે. આ સાથે જયંતિ રવિએ જણાવ્યું હતું કે, બિનઉપયોગી ઇજેક્શન કોઈ દર્દી માટે મંગાવશે તો તેમની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.