સુરત: સુરતના કાપોદ્રા વિસ્તાર ખાતે આવેલા ઇન્દિરા નગર ખાતે રહેતા બ્રિજભૂષણ પાંડેએ ઉતરાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેમનો પાનનો ગલ્લો ચોરાઈ ગયો છે. બ્રીજભૂષણ પાંડે વરાછા ખાતે આવેલા ક્રિષ્ના ટાઉનશિપ સામે બનારસી પાન સેન્ટર નામનો પાનનો કેબીન ચલાવે છે અને પરિવારનું ગુજરાન તેનાથી જ ચાલતો હતો. પરંતુ અચાનક જ આ કેબીન રાતો રાત ગાયબ થઈ જતા તેઓ પોલીસ મથક દોડતા થયા હતા. નજીક લાગેલા સીસીટીવી ફૂટેજ ના આધારે તેમની ખબર પડી કે કોઈ અજાણ્યા લોકો ત્યાં આવીને તેમના પાનનો ગલ્લો ચોરીને નાસી ગયા છે. ચોરી કરવા માટે તમામ આરોપીઓ પોતાની સાથે ટેમ્પો લઈને આવ્યા હતા.
આ પણ વાંચો Kutch News : કચ્છની દરિયાઇ સીમામાં ફરી ઝડપાઈ પાકિસ્તાની બોટ, માછીમારો નાસી છુટયા
ચોરીની તમામ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ: માત્ર 70 સેકન્ડમાં આ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવી હતી. જ્યાં ફરિયાદીનો પાનનો ગલ્લો હતો ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે ચારથી પાંચ લોકો ટેમ્પ લઈનેત્યાં આવે છે અને આસપાસ નજર કર્યા બાદ ઝડપથી પાનના ગલ્લાનું કેબિન ઉચકીને તેઓ ટેમ્પામાં મૂકે છે. તેની સાથે એક લોખંડની ખુરશી પણ ટેમ્પામાં મૂકીને ત્યાંથી સહેલાઈથી ફરાર થઈ જાય છે. આરોપીઓને ખબર નથી કે ત્રીજી આંખ સતત તેમની ઉપર નજર રાખી રહી છે અને ચોરીની તમામ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ રહી છે.
આ પણ વાંચો Punjab Police : પંજાબમાં હાઈ એલર્ટના કારણે પંજાબ પોલીસના તમામ કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી
સીસીટીવી ફૂટેજના આધારે તપાસ: ઉતરાણ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.આર પાટીલના જણાવ્યા મુજબ 38 વર્ષીય અવધેશ બ્રિજભૂષણ પાંડે પાનનો ગલ્લો ચલાવે છે અને મૂળ ઉત્તર પ્રદેશના ભદોઈ જિલ્લાના રહેવાસી છે. છેલ્લા ઘણા સમયથી તેઓ સુરત રહે છે. તારીખ 2 એપ્રિલથી લઈને 4 એપ્રિલના અરસામાં કોઈ અજાણને ઈસમો દ્વારા તેમનો પાનનો ગલ્લો ચોરી નાસી ગયા હતા ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે અમે તપાસ કરી રહ્યા છીએ.