સુરતઃ બારડોલી નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં એજન્ડાના તમામ કામોને મંજૂર કરવામાં આવ્યા હતા. બારડોલી પાલિકાના સભા ખંડમાં પાલિકા પ્રમુખ ગણેશ ચૌધરીની અધ્યક્ષતામાં સામાન્ય સભાની શરૂઆત કરવામાં આવી હતી. એજન્ડાના કામો હાથ પર લેતા વિપક્ષ સભ્યો દ્વારા ગત સભાની જેમ ઠરાવો પર વિરોધ દર્શાવ્યો હતો. નગરમાં ચાલતા વિવિધ વિકાસ કામોની સમય અવધિ પણ જે તે એજન્સીને લંબાવી આપવા નિર્ણય કરાયો હતો. આ ઉપરાંત કેટલાક કામોમાં ગોકડગાયની ગતિએ કામ કરનાર એજન્સીને બ્લેકલિસ્ટ કરવા પણ વિપક્ષ સભ્યોએ માગ કરી હતી. એજન્ડાના તમામ કામોને બહાલી આપી દેવાઈ હતી.
નગરમાં ઘણા દિવસોથી માસ્ક વગર ફરતા વાહનચાલકો પાસે 1 હજારથી વધુની દંડની રકમ વસૂલવામાં આવતી હતી, જેમાં પાલિકા દ્વારા પ્રાન્ત અધિકારી સાથે ચર્ચા બાદ રૂ. 200 નક્કી કરાયા હતા. સાથે જ દંડિત થનાર વ્યક્તિ પાસે રૂ. 200 દંડ બાદ પાલિકા મફતમાં માસ્ક પણ આપશે.