સુરતમાં દિવસેને દિવસે ગુનાઓના કેસમાં વધારો થઇ રહ્યો છે. જાણે કે ગુનાઓ માટે સુરત ગુજરાતનું કેપિટલ બની ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે. થોડા દિવસ પહેલા સુરતમાં 13 વર્ષની (raped a 13 year old girl in surat) કિશોરીને ભગાડી તેની ઉપર દુષ્કર્મ કરનાર આરોપીની નામદાર કોર્ટ દ્વારા તમામ પુરાઓને ધ્યાનમાં રાખતા નામદાર કોર્ટ દ્વારા આરોપીને વિવિધ કલમો (Section 327) હેઠળ 20 વર્ષની સજા સંભળાવી છે. વધુમાં આરોપીને રૂપિયા 50000નો દંડ પણ કરાયો છે. જો આરોપીએ દંડ નહિ ભરે તો તેમને 20 વર્ષની સજાની ઉપર ત્રણ માસની સજા ભોગવી પડશે.
વારંવાર દુષ્કર્મ કર્યું સુરત શહેરમાં ગત તારીખ 15 માર્ચ 2012ના રોજ 31 વર્ષીય આરોપી દિનેશ પ્રજાપતિએ 13 વર્ષીય કિશોરીને લગ્નન ની લાલચ આપી સુરતથી બસમાં દાહોદ લઈ ગયો હતો. અને ત્યાં આરોપીએ કિશોરીના મરજી વિરુદ્ધ 17 દિવસ સુધી તેની ઉપર દુષ્કર્મ કર્યું હતું. આ મામલે લિંબાયત પોલીસ સ્ટેશનમાં કિશોરીના માતાએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. અને આ તપાસ દરમિયાન પોલીસે આરોપી દિનેશ પ્રજાપતિને દાહોદના ઝાલોદથી (Jhalod of Dahod district) ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વિવિધ કલમો હેઠળ ગુનો પોલીસને આરોપીના પૂછપરછમાં સમગ્ર ઘટના બહાર આવતા પોલીસે પોસ્કોની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી. જે મામલે કોર્ટમાં કેસ ચાલ્યો હતો. અને આજરોજ અને આરોપી દિનેશ પ્રજાપતિને નામદાર કોર્ટ દ્વારા તમામ પુરાઓને ધ્યાનમાં રાખતા નામદાર કોર્ટ દ્વારા આજરોજ આરોપીને વિવિધ કલમો હેઠળ 20 વર્ષની સજા સંભળાવી છે. તે ઉપરાંત 50000 રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો છે અને જો દંડ નહિ ભરે તો વધુ ત્રણ માસની સજા ભોગવી પડશે
શું હતી ઘટના સુરત શહેરના એક મહિલાએ લીંબાયત પોલીસ સ્ટેશન (Limbayat Police Station) પોતાની 13 વર્ષીય કિશોરી ને આરોપી દિનેશ પ્રજાપતિ ભગાડીને લઇ ગયો છે તેવી ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ લઈ પોલીસે તપાસ કરી હતી. પોલીસના આ તપાસ દરમિયાન આરોપી દિનેશ પ્રજાપતિને દાહોદ જિલ્લાના ઝાલોદમાંથી ઝડપી પાડ્યો હતો. આરોપી પોતાના મામાને ત્યાં 13 વર્ષીય કિશોરીને રાખી હતી. પોલીસના પૂછપરછમાં સમગ્ર ઘટના સામે આવી હતી. આરોપીએ કિશોરીને મરજી વિરુદ્ધ 17 દિવસ સુધી દુષ્કર્મ કર્યું હતું. લગ્નનની લાલચ આપી અહીં ભગાડી લાવ્યો હતો. અને આરોપી પોતે પરિણીત પણ હતો. આખરે પોલીસે આરોપી વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનોંધી તપાસ કરી હતી.
સાક્ષીઓની જુબાની આ કેસમાં સરકારી વકીલ દીપેશ દવેએ નામદાર કોર્ટમાં 34 જેટલાં સાક્ષીઓની જુબાની અને દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા. તમામ પુરાઓને ધ્યાનમાં રાખતા નામદાર કોર્ટ દ્વારા આજરોજ આરોપીને વિવિધ કલમો હેઠળ 20 વર્ષની સજા સંભળાવી છે. તે ઉપરાંત 50000 રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો છે અને જો દંડ નહિ ભરે તો વધુ ત્રણ માસની સજા ભોગવી પડશે.