રાજ્યમાં 26 લોકસભા બેઠકો પર ભાજપ-કોંગ્રેસે પોતાના ઉમેદવારો ઉતાર્યા છે. ત્યારે બંને પાર્ટી દ્વારા લહાસ સમાજવાદના મુદ્દાને પણ ધ્યાનમાં રાખી કોળી સમાજના ઉમેદવારને ટીકીટ આપવામાં આવી છે. જેને લઈ કોળી સમાજ દ્વારા પણ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાજપ અને કોંગ્રેસે જૂનાગઢ, સુરેન્દ્રનગર, ભાવનગર અને નવસારી સહીત કુલ બેઠકો પર કોળી સમાજના ઉમેદવારોને ઉતારવામાં આવ્યા છે.
લાંબા સમયથી કોળી સમાજની થતી અવગણનાને લઈ કોળી ઉમેદવાર સમાજના પ્રશ્નોને વાચા આપે તેવી આશા સાથે જંગી લીડથી જીતાડવા અખિલ ભારતીય કોળી સમાજ મેદાનમાં ઉતર્યુ છે. અને સમાજ દ્વારા પરિપત્ર બહાર પાડી આહવાન કરવામાં આવ્યું છે કે, જે બેઠક પર કોળી સમાજનો ઉમેદવાર હોય તેને જીતાડવા સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવશે. અને જે બેઠક પર સામસામે કોળી ઉમેદવાર હોય ત્યાં સમાજલક્ષી કાર્ય કરે તેવા ચહેરાને જ મત આપી વિજય બનાવવાનો આગ્રહ કરવામાં આવ્યો છે. ત્યારે અખિલ ભારતીય કોળી સમાજના આ નિર્ણય સામે નવસારી લોકસભા બેઠકના કોંગી અને કોળી ઉમેદવાર ધર્મેશ પટેલનો સમાજને સૌથી મોટો ટેકો મળ્યો છે, જે આગામી લોકસભાની ચૂંટણીમાં ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે.