ETV Bharat / state

પલસાણાના તાતીથૈયામાં ગેરકાયદે પાઇપલાઇન બિછાવી મિલો સુધી પહોંચાડાય છે પાણી - Surat news

સુરત જિલ્લાના પલસાણા તાલુકા ઔદ્યોગિક વિસ્તારમાં પાણીનો ગેરકાયદે વેપલો પૂર જોશમાં ચાલી રહ્યો છે. જે અંગે સુરતની હેલ્પીંગ હેન્ડ ફાઉન્ડેશન દ્વારા સિંચાઇ વિભાગને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતના એક મહિના બાદ પણ કોઈ કાર્યવાહી નહીં થતાં જળમાફિયાઓ વધુ સક્રિય થઈ ગયા હોવાનું વિસ્તારના લોકો જણાવી રહ્યા છે.

પલસાણા
પલસાણા
author img

By

Published : Jan 22, 2021, 10:53 PM IST

  • NGO દ્વારા રજૂઆત છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન
  • બોરવેલમાંથી મિલ સુધીની સીધી પાઇપલાઇન કરાય છે
  • રાત્રિના સમયે જ સપ્લાય થાય છે પાણી

સુરત: જિલ્લાના પલસાણા તાલુકામાં આવેલા ઔદ્યોગિક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે પાણી ઉલેચવાનું નેટવર્ક મોટા પાયે ચાલી રહ્યું છે. ખાસ કરીને તાતીથૈયા ગામે આવેલ ડાઇંગ પ્રિંટિંગ મીલોમાં પાણીની અછત ઊભી થતાં બોરવેલમાંથી પાઇપલાઈન કરી મિલો સુધી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. આ અંગે સ્થાનિક NGO દ્વારા સિંચાઇ વિભાગને રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા ન હોવાથી તાતીથૈયામાં ધીમે ધીમે પાણી માફિયાઓ સક્રિય થયા છે.

આ રીતે ચલાવવામાં આવે છે સમગ્ર નેટવર્ક

સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં તાતીથૈયા ગામે આવેલ ડાઇંગ પ્રિંટિંગ યુનિટોમાં બિનઅધિકૃત રીતે પાણીનો જથ્થો પૂરો પાડવા માટે પાણી માફિયાઓ સક્રીય બન્યા છે. આ જળ માફિયાઓ દ્વારા ઔદ્યોગિક એકમોમાં પાણીની અછતના પગલે ખાનગી માલીકીની જમીનમાં બોરવેલ કરી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન કરી દેવાય છે. આ પાઇપલાઇન રાતો રાત તૈયાર કરી જે તે મિલ સુધી પાણી પહોંચાડવામાં આવે છે. બોરવેલમાંથી પાણી મિલો સુધી પહોંચે છે. આ માટે નહેરની નીચેથી પણ પાઇપલાઈનો પસાર થઈ રહી છે.

સુરત
સુરત

NGOએ કરી હતી રજૂઆત

વિસ્તારમાં ચાલી રહેલા ગેરકાયદેસર પાણીના નેટવર્ક અંગે થોડા સમય અગાઉ એક ખાનગી NGO હેલ્પીંગ હેન્ડ દ્વારા આ હકીકત અંગે મામલતદાર અને સિંચાઇ વિભાગને ફરિયાદ કરવામાં આવી હતી. જો કે તેમ છતાં સમગ્ર પ્રકરણમાં વહીવટી તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.

આવનારા દિવસોમાં વિસ્તારમાં જળસંકટ ઊભું થાય તેવી સંભાવના

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં અંદાજિત 20થી વધુ જગ્યાએ ગેરકાયદેસર રીતે પાણી પહોંચાડવાનું નેટવર્ક ચાલી રહ્યું છે. વિસ્તારમાં મનોહર નામનો જળમાફિયો કેટલાક સ્થાનિક આગેવાનો સાથે ભેગા મળીને આ સમગ્ર નેટવર્ક ચલાવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. જેને લઈ ભૂગર્ભમાં જળસ્તર નીચા ઉતરી રહ્યા છે. આ બાબતે વહીવટી તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે. જો સમયસર તંત્ર નિંદ્રામાંથી નહીં જાગે તો વિસ્તારમાં મોટું જળસંકટ ઊભું થવાની સંભવનાને પણ નકારી શકાય તેમ નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.