ETV Bharat / state

સુરતમાં ભાજપ રેલી કાઢે તો કોરોના ન નડે અને અમે કાઢીએ તો નડે ?: કોંગ્રેસ - નવસારી

નવસારી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા રેલી કાઢવામાં આવ્યા બાદ કાર્યકરો સામે થયેલી પોલીસ કાર્યવાહી બાદ સુરત જિલ્લા કોંગ્રેસ સફાળી જાગી છે. અત્યાર સુધી ચૂપ રહેલી કોંગ્રેસે 17 દિવસ પહેલા ભાજપ દ્વારા યોજાયેલી રેલી સામે કાર્યવાહી કરવાની માગ કરી છે. આ માટે સુરત જિલ્લા કોંગ્રેસ દ્વારા બારડોલી પ્રાંત અધિકારી અને DySPને આવેદનપત્ર સુપરત કર્યું હતું.

સુરતમાં ભાજપ રેલી કાઢે તો કોરોના ન નડે અને અમે કાઢીએ તો નડે ?: કોંગ્રેસ

author img

By

Published : Dec 5, 2020, 5:42 PM IST

  • બારડોલી પ્રાન્ત અધિકારી અને ડીવાયએસપીને આપ્યું આવેદન
  • ભાજપે 19મી નવેમ્બરે યોજેલી રેલી સામે કાર્યવાહી કરવા માગ
  • ભાજપના નેતાઓ સામે કાર્યવાહી કેમ ન કરાય ? પૂછ્યા વેધક સવાલો

બારડોલી: સુરત જિલ્લા ભાજપ દ્વારા હજારો વ્યક્તિ ભેગા કરી જાહેર રેલી કાઢવા બાબતે કોંગ્રેસે બારડોલી પ્રાન્ત અધિકારી અને ડીવાયએસપીને આવેદનપત્ર સુપરત કર્યું હતું. કોંગ્રેસે ભાજપના આગેવાનો અને કાર્યકરો સામે આકરા પગલાં લેવાની માગ કરી હતી. સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે, હાલમાં કોવિડ-19 કોરોના મહામારી ફરીથી વકરી રહી છે. જેને લઈને સરકાર દ્વારા જાહેર કાર્યક્રમોમાં આકરા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે, પરંતુ સત્તાપક્ષ પોતે જ બેફામ બની ખૂલ્લેઆમ સરકારી કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યો છે.

જિલ્લા ભાજપ પ્રમુખના પદગ્રહણ સમારંભમાં ઉમટી હતી કાર્યકરોની ભીડ

બારડોલી ખાતે ભાજપ દ્વારા 19 નવેમ્બરે વિશાળ રેલી યોજાઈ હતી. આ રેલી સુરત જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ સંદીપભાઈ દેસાઈના પદગ્રહણ સમારંભ પ્રસંગે યોજવામાં આવી હતી. ગુજરાત સરકારના પ્રધાન ગણપત વસાવા, ઈશ્વર પરમાર, પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર.પાટીલ સહિત અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ સરકારના પ્રતિબંધોની હાંસી ઉડાડવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે.

રેલીની પરવાનગી બાબતે અધિકારીઓ પાસે માગ્યા જવાબ

કોંગ્રેસ કાર્યકર્તાઓએ અધિકારીઓને આવેદનપત્ર આપતા જણાવ્યું કે, આપના કાર્યક્ષેત્રમાં કાર્યક્રમ યોજાયો હતો. તેની કોઈ પરવાનગી લેવામાં આવી હતી કે કેમ ? જો પરવાનગી ન લીધી હોય તો આપ દ્વારા કોઈ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ ? તે અંગેનો સ્પષ્ટ જવાબ માગ્યો હતો.

નવસારી અને તાપીમાં કાર્યવાહી કરી સુરતમાં કેમ નહીં ?

આ ઉપરાંત આવેદન પત્રમાં તાપી અને નવસારીની ઘટનાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તાપી જિલ્લામાં કાન્તિ ગામીત તથા નવસારીમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો સુરત જિલ્લામાં અને બારડોલીમાં કેમ આવી કાર્યવાહી કરવામાં આવી નથી તે અંગેના વેધક સવાલો અધિકારીઓને પૂછવામાં આવ્યા છે. જિલ્લા કોંગ્રેસ દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યક્રમમાં હજાર રહેનારા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાંની માગ કરવામાં આવી છે.

કોંગ્રેસને મોડે મોડે લાધ્યું જ્ઞાન

જો કે, કાર્યક્રમ દરમિયાન ચૂપ રહેલી કોંગ્રેસને નવસારીમાં કોંગ્રેસ સામે કરવામાં આવેલી કાર્યવાહી બાદ જ્ઞાન લાધ્યું હોવાની ચર્ચા છે. લોકોના આરોગ્યની એટલી જ ચિંતા હોય તો તે સમયે જ કેમ રજૂઆત કરવામાં ન આવી? તે સમયે કોંગ્રેસના કાર્યકરોએ કેમ ચૂપકિદી સેવી લીધી હતી જેવા અનેક મુદ્દાઓ સાથે કોંગ્રેસ સમગ્ર મુદ્દાને રાજકીય રંગ આપવાનો પ્રયાસ કરી રહી હોવાનું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.