ETV Bharat / state

સુરતમાં રખડતા ઢોર પકડાશે તો ત્રણ મહિના સુધી છોડવામાં નહીં આવે

ગુજરાતમાં રખડતા ઢોર લોકો માટે એક સમસ્યા બની છે. શહેરોમાં રખડતા ઢોરોને કારણે અનેક અકસ્માત થયા છે. તેમજ લોકોને જીવ પણ ગયા છે. રખડતા ઢોરના કારણે બની રહેલી ઘટનાને ધ્યાનમાં રાખીને SMCએ મહત્વનો નિર્ણય લીધો છે. સમસ્યાનો નિવારવા માટે આકરો દંડ કરવા તથા હવે ઢોર પકડાય તો ત્રણ માસ સુધી ન છોડવા માટેનો નિર્ણય પાલિકાએ કર્યો છે. Stray cattle problem, SMC on stray cattle issue

સુરતમાં રખડતા ઢોર પકડાશે તો ત્રણ મહિના સુધી છોડવામાં નહીં આવે
સુરતમાં રખડતા ઢોર પકડાશે તો ત્રણ મહિના સુધી છોડવામાં નહીં આવે
author img

By

Published : Aug 25, 2022, 1:05 PM IST

સુરત ગુજરાતમાં રખડતા ઢોરની સમસ્યા લોકો માટે સૌથી મોટી સમસ્યા( SMC on stray cattle issue)બની ગઈ છે. પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ પણ રખડતા ઢોરના અકસ્માતનો ભોગ( Stray cattle problem)બન્યા છે. આ સમસ્યાનો નિવારવા માટે આકરો દંડ કરવા તથા હવે ઢોર પકડાય તો ત્રણ માસ સુધી ન છોડવા માટેનો નિર્ણય સુરત મહાનગર પાલિકાએ કર્યો છે.

રખડતા ઢોર

આ પણ વાંચો ઢોરોના ત્રાસના પગલે વિરોધ દર્શાવવા આ નેતોઓ પણ બન્યા રખડતા ઢોર

રખડતા ઢોરનો આતંક શહેરમાં રખડતા ઢોરના કારણે બની રહેલી ઘટનાને (Accident from stray cattle)ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના અન્ય શહેરોમાં રખડતા ઢોરનો આતંક વધતાં હવે સુરત મહાનગર પાલિકા સતેજ બન્યું છે. રાજ્યના અન્ય શહેરોની જેમ સુરતમાં છેલ્લા ઘણા વખતથી રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે અને અકસ્માત પણ થઈ રહ્યાં છે અને આ મુદ્દે હાઇકોર્ટે પણ આ અંગે ટકોર કરી છે. જેના અનુસંધાને સુરતમાં રખડતા ઢોરની કામગીરી હવે વધુ આક્રમક કરવામાં આવશે. હવે પછી જાહેર રસ્તા પર રખડતા ઢોર પકડાશે તો ત્રણ મહિના સુધી છોડવામા આવશે નહીં અને ત્રણ મહિના પછી પણ દંડ વસુલીને છોડવામાં આવશે.

આ પણ વાંચો રખડતા ઢોર મુદ્દે હાઇકોર્ટે રાજ્ય સરકારને આપ્યો આદેશ, યુદ્ધના ધોરણે પગલા લેવા જણાવ્યું

1950 દંડની રકમ આ સમગ્ર મામલે સુરતના મેયર હેમાલી બોઘાવાળાએ જણાવ્યું હતું કે, સુરતમાં ત્રણ પાળીમાં રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવે છે. પાલિકા તંત્રએ આ વર્ષમાં 2342 રખડતા ઢોર પકડયા છે અને તેમાંથી 1473 ઢોરને પાંજરાપોળમાં મોકલી આપવામાં આવ્યાની વાત કરી છે. દંડની રકમ છે તેને પણ સમય પ્રમાણે જો માલિક ઢોર લેવા નહીં આવે તો તેને વધારવામાં આવશે. રખડતા ઢોરની કાળજી પણ લેવામાં આવશે. 1950 દંડની રકમ છે અને જ્યારે દસ દિવસ બાદ પણ માલિક ઢોર લેવા નહીં આવે તો પ્રતિદિવસ દંડમાં અઢીસોનો વધારો કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.