સુરત: ફિલ્મની વાત હવે રિયલ લાઈફમાં જોવા મળે છે. જે રીતે ક્રાઈમ થઈ રહ્યા છે. તે પરથી કહી શકાય કે લોકો ફિલ્મનું અનુકરણ કરી રહ્યા છે. પરંતુ ઘણા એવા કિસ્સા સામે આવી રહ્યા છે કે જે ફિલ્મોને પણ પાછળ છોડી દે છે. સુરત શહેરના કતારગામ દરવાજા ખાતે આવેલ ઘરેણાં જ્વેલર્સના માલિક રોહિત શાહ અને દંપતી બંટી બબલીની એક બીજા સાથે મળી અન્ય જ્વેલર્સના માલિકોના કરોડોનું ફૂલેકું ફેરવી અંડર ગ્રાઉન્ડ થઇ ગયા છે.
1.74 કરોડના દાગીના ફસાઈ ગયા: આ લોકોના કારણે 12 જ્વેલર્સના રૂપિયા 1.74 કરોડનાં દાગીના ફસાઇ ગયા હતા. જેથી મામલો ચોકબજાર પોલીસમાં પહોંચ્યો હતો. પાલ વિસ્તારમાં આવેલા સિદ્ધચક્ર રેસિડન્સીમાં રહેતા પારસ પ્રવિણભાઇ શાહ સુરત શહેરના વરાછા-માતાવાડી વિસ્તારમાં આવેલ વર્ષા સોસાયટીમાં સંભવનાથ ગોલ્ડના નામની ગોલ્ડ જ્વેલરી બનાવવાની શોપ ધરાવે છે.
"આરોપી રોહિત શાહે અન્ય 12 જ્વેલર્સ સાથે આવી જ રીતે છેતરપિંડી આચરી છે. અન્ય જ્વેલર્સને પણ આ દંપત્તિએ સાથે મળી રોહિતે ઝાસોં આપ્યો હતો. રોહિતએ 12 જ્વેલર્સનું રૂપિયા 1.74 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ઠગાઇનો આંકડો વધવાની શક્યતા હોવાનું પણ બહાર આવ્યું છે"--મનોજ બી ઔસુરા (પી આઈ-ચોક બજાર)
સમયસર પેમેન્ટ: સોનાના લોન્ગ સેટ અને શોર્ટ સેટ મંગાવ્યા પારસ ભાઈ છેલ્લા 15 વર્ષથી રોહિત કીર્તિલાલ શાહને ઓળખે છે. રોહિત શાહની કતારગામ દરવાજા ખાતે ઘરેણાં જ્વેલર્સ નામની દુકાન છે. રોહિત શાહ ગોલ્ડ જ્વેલરી પોતાની દુકાનમાં આવતા ગ્રાહકોને બતાવવા માટે પારસ પાસે મંગાવતા હતા અને જ્વેલરી પસંદ પડે તો એક મહિનાની ઉધારીમાં ખરીદી સમયસર પેમેન્ટ પણ ચૂકવી આપતા હતા. તારીખ 26 જૂન 2023ના રોજ રોહિત શાહ પારસ શાહને કોલ કરી સોનાના લોન્ગ સેટ અને શોર્ટ સેટ મંગાવ્યા હતા. પારસ શાહ હાર લઇ રોહિત શાહની દુકાને ગયા હતા.
ગ્રાહક દંપત્તિ હાજર: જ્વેલરીને રૂપિયા 24.96 લાખ ચૂકવવા માટે તારીખ આપતા પારસએ જોયું હતું કે ત્યાં એક ગ્રાહક દંપત્તિ હાજર છે. રોહિત શાહે તેમને સોનાના હાર બનાવ્યા હતા. બન્ને ને હાર પસંદ પણ આવ્યા હતા. પારસ જાંગડ બુકમાં 104.850 ગામના સોનાના હાર અંગે નોંધ કરી રોહિત શાહને આપ્યા હતા. એટલુ જ નહી તેઓએ 3 દિવસમાં પેમેન્ટ ચૂકવવાની ખાતરી આપી હતી. માત્ર એક વાર જ નહિ આવ રીતે રોહિતે ત્રણેક વખત પારસ શાહને ઘરેણાં લઇને દુકાને બોલાવ્યા હતા. દરેક વખતે ગ્રાહક તરીકે તે દંપતી જ હાજર રહ્યાં હતાં. કુલ 462 ગામ શુદ્ધ સોનાના દાગીના જાંગડ પર ત્રણેયએ લીધા હતા. જોકે જેમાંથી 60 ગ્રામ તેઓએ પરત કરી દીધું હતું. બાકીનું 402 ગ્રામ સોનાની જ્વેલરી રૂપિયા 24.96 લાખ ચૂકવવા માટે તારીખ આપતા હતા. ત્યારબાદ રોહિત શાહ તારીખ 29 જુલાઇના રોજ પોતાની જ્વેલરી શોપને તાળાં મારી નાસી છૂટ્યો હતો.