સુરત : ચારિત્ર પર શંકા રાખી એક પતિએ પત્નીની હત્યા કરી નાખી છે. ઘટના સુરતના છાપરાભાઠા રોડના ક્રિષ્ણા કોમ્પ્લેક્ષની છે. જ્યાં ત્રણ સંતાનની માતાને ચારિત્ર્ય અંગે શંકા રાખી રત્નકલાકાર પતિએ સાડી વડે ગળે ટુંપો આપી મોતને ઘાટ ઉતારી દીધી હતી.ઘટનાની જાણ થતા જ અમરોલી પોલીસે ફરિયાદ નોંધી આરોપી પતિની ધરપકડ કરી લીધી છે.
પત્ની અન્ય પુરુષ સાથે વાત કરતાં વિવાદ થયો : સુરતના છાપરાભાઠા રોડના ક્રિષ્ણા કોમ્પ્લેક્ષ ખાતે મધરાતે પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા નિંદ્રાધીન ત્રણ બાળકોની હાજરીમાં પતિએ પત્નીની હત્યા કરી નાખી હતી. પોલીસે હત્યારા પતિની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. રત્નકલાકાર કુલદીપપ્રસાદ બોધી શાકુ તથા અને તેની પત્ની રીનાદેવી ત્રણ બાળકો જમ્યા બાદ રાતે સુઇ ગયા હતા. રીનાદેવી મોબાઇલ પર અજાણ્યા પુરૂષ જોડે વાત કરી રહી હતી. જેની જાણ દીકરીએ પિતાને કરી હતી. આ બાબતે પતિ પત્ની વચ્ચે વિવાદ સર્જાયો હતો.
આ પણ વાંચો Bhavnagar Murder Case: પત્નીની હત્યા કરી પતિ ભાગી નીકળ્યો, રસ્તામાં મોતનો ભેટો થયો
મધ્યસ્થીથી બંને સાથે રહેવા માટે તૈયાર પણ થઈ ગયા : અગાઉ પણ આ બાબતે બંને વચ્ચે ઝઘડો થઈ ચૂક્યો હતો અને કોર્ટમાં ભરણપોષણ અંગે કેસ ચાલી રહ્યો હતો. કોર્ટમાં મધ્યસ્થીથી બંને સાથે રહેવા માટે તૈયાર પણ થઈ ગયા હતાં. પરંતુ પત્નીએ ફરીથી અન્ય પુરુષ સાથે વાતચીતની શરૂ કરતા મામલો બીચકાયો હતો. જ્યારે કુલદીપ રીનાની હત્યા કરવા જઈ રહ્યો હતો ત્યારે સ્વબચાવ માટે રીનાદેવી ઘરનો દરવાજો ખોલી ભાગી રહી હતી તે દરમિયાન કુલદીપે તેને પકડી લઇ પહેરેલી સાડી વડે ગળે ટુંપો આપી મોતને ઘાત ઉતારી હતી.
કોર્ટમાં ભરણપોષણનો કેસ ચાલે છે : એસીપી આર.પી.ઝાલાએ જણાવ્યું હતું કે પતિ પત્નીનું હરિયાળી બાગ કોર્ટમાં ભરણપોષણનો કેસ ચાલે છે. ગઈ 30 મી તારીખે મુદત પણ હતી. બંને તે સમયે કોર્ટમાં હાજર પણ હતા અને બન્ને મધ્યસ્થી સમજાવતા બંને સાથે રહેવાનું નક્કી કર્યું હતું. ત્યાર પછી પતિ પત્ની ત્રણ બાળકો સાથે સુરત રહેવા માટે આવ્યા હતા. હાલ હત્યા પાછળનું કારણ જાણવા મળ્યું છે કે પત્ની રીના દેવી પરપુરુષ સાથે સંબંધો ધરાવતા હતાં એ હિસાબે પત્નીને ગળે ટૂંપો આપી હત્યા કરી છે.
આ પણ વાંચો Surat Crime : એક ટકના ભોજન માટે પતિએ પત્નીને મારમારી મોતને ઘાટ ઉતારી
રૂમમાં પતિ પત્ની અને ત્રણેય બાળકો હતાં : સાથે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે રાતના સમયે ત્રણેય બાળકો મકાનમાં હતા અને સુઈ ગયા હતા. રૂમમાં પતિ પત્ની અને ત્રણેય બાળકો હતા. પતિ આ અંગે અવારનવાર પત્નીને સમજાવતો પણ હતો. બાળકોએ પણ માતાને આ બધું ન કરવા વાત કરી હતી. સાત તારીખે જ્યારે આરોપી પતિ ઘરે આવ્યો ત્યારે દીકરીએ પિતાને કહ્યું હતું કે માતા કોઈ વ્યક્તિ સાથે વીડિયો કોલમાં વાત કરી રહી હતી. ત્યારબાદ આરોપી પતિએ મોબાઈલ જોયો અને પૂછપરછ કરી અને ત્યાર પછી બંને વચ્ચે રકઝક થઈ અને પતિએ પત્નીની હત્યા કરી નાખી હતી.