ETV Bharat / state

Surat Crime: સુરતમાં પતિએ પત્ની ઉપર જીવલેણ હુમલો કર્યો - સુરત શહેરના લિંબાયત વિસ્તાર

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં જાહેરમાં જ પતિએ પોતાની પત્ની ઉપર ચપ્પુના ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યા હોવાની ઘટના સામે આવી છે. પરિણીતાને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યારે હાલ આ મામલે લિંબાયત પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

સુરતમાં પતિએ પત્ની ઉપર જીવલેણ હુમલો કર્યો

author img

By

Published : Aug 7, 2023, 8:14 AM IST

સુરત: શહેરના લિંબાયત વિસ્તારમાં પતિએ જાહેરમાં જપતિએ પોતાની પત્ની ઉપર ચપ્પુના ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યા હોવાની ઘટના સામે આવી છે. લિંબાયત વિસ્તારમાં આવેલ રૂસ્તમ પાર્ક સોસાયટીમાં રહેતા 45 વર્ષીય સાબેરા શકીલ હુસેન સૈયદ જેઓ મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓના પતિ શકીલ હુસેન સૈયદ જેઓ ગઈકાલે રાતે કોઈક વાતે ઝઘડો થતા પતિ શકીલે સાબેરા ઉપર ચાકુંથી હુમલો કર્યો હતો. ત્યારબાદ ત્યાંથી ફરાર થઇ ગયો હતો. બીજી બાજું આ જોઈ સ્થાનીકો દોડી આવ્યા હતા. સાબેરાને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે ઘટનાની જાણ થતા જ લિંબાયત પોલીસનો કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો. હાલ આ મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

"આ ઘટનાં ગઈકાલે રાતે બની હતી જેમાં પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ રૂસ્તમ પાર્ક સોસાયટીમાં રહેતા 45 વર્ષીય સાબેરા શકીલ હુસેન સૈયદ જેઓ મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓના પતિ શકીલ હુસેન સૈયદ જેઓનું છેલ્લા ત્રણ મહિનાથી નોકરી છૂટી જતા તેઓ ઘરે જ બેસી રહેતા હતા. આજ વાતને લઈને સાબેરા અને શકીલ વચ્ચે ઘરમાં અવરનવર ઝઘડો થયા કરતો હતો. ગઈકાલે રાતે પણ આ જ રીતે ઝઘડો થયો હતો. ત્યારે આ ઝઘડામાં શકીલે પોતાની દીકરીને તમાચો મારી ભાગી ગયો હતો. આ જોઈ સાબેરા સાબેરા શકીલની પાછળ દોડીને જાહેર રોડ ઉપર પહોંચી કેમ છોકરીને તમાચો માર્યો કેમ ભાગી રહ્યો છે. તેવુ કહેતા શકીલે કહ્યું કે, જતી રહે નહીં તો તને અહીં મારી નાખીશ તેમાં કહીને તેના પાસે ચાકું હતું તેનાથી ગળાની હુમલો કરી ફરાર થઇ ગયો હતો"--વી.એ.જોગરના (લિંબાયત પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર)

પતિ વિરુદ્ધ ફરિયાદ: સાબેરાએ પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.વધુમાં જણાવ્યુંકે, આ જોઈ સ્થાનીકો દોડી આવ્યા હતા અને સાબેરાને સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. અમને સ્મીમેર હોસ્પિટલમાં પોલીસ ચોકીથી જ જાણ કરવામાં આવી હતી. જેથી અમે ત્યાં પોહ્ચ્યા અને ત્યાં સાબેરાએ પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને અમે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  1. Surat News : રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળતા સુરત કોંગ્રેસ કાર્યકરોમાં હરખનો હેલ્લારો
  2. Surat News: કામરેજ ગામે આખલો પાંચમા માળે ચડી ગયો, લોકોમાં મચી નાસભાગ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.