ETV Bharat / state

ઘરેલું હિંસાનો આરોપી પતિ ઝડપાયો, ગુનો ન નોંધવા મહિલા PSIને આપતો હતો ધમકીઓ - આરોપી ઝડપાયો

વર્ષ 2019માં સુરતમાં એક પરણિતાએ પતિની વિરુદ્ધ ઘરેલુ હિંસા અંગેનો કેસ નોંધાવ્યો હતો. જે બાદ આરોપી ગુનો ન નોંધવા માટે પોલીસ પર દબાણ કરતો હતો. આરોપીએ મહિલા PSIને અનેક વખત ધમકી આપ્યાની ઘટનાઓ સામે આવી છે.

ઘરેલું હિંસામાં આરોપી પતિ ઝડપાયો
ઘરેલું હિંસામાં આરોપી પતિ ઝડપાયો
author img

By

Published : Jun 17, 2021, 5:30 PM IST

  • ઘરેલુ હિંસાના આરોપીની આડોળાઇ
  • પોલીસને પણ આપતો હતો ધમકી
  • પોલીસે આરોપીને ઝડપી પાડ્યો

સુરત: ઘરેલું હિંસામાં પોલીસને ગુનો ન નોંધવા અને ધરપકડ ન કરવા વેપારીએ તપાસ કરી રહેલી મહિલા PSIને ધાકધમકીઓ આપી હતી એટલું જ નહી તેને મોબાઈલ પર બિભત્સ મેસેજ કરી વર્દી ઉતારી દેવાની ધમકીઓ પણ આપી હતી. જો કે આખરે પોલીસે આરોપીને મધ્યપ્રદેશથી ધરપડક કરી લીધી હતી અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ઘરેલું હિંસાનો આરોપી પતિ ઝડપાયો,

2019માં નોંધાયો હતો ગુનો
પોલીસે આ સમગ્ર બનાવ અંગે જણાવ્યું હતું કે ડીંડોલી પોલીસ મથકમાં વર્ષ 2019માં આરોપી સામે તેની પત્નીએ ઘરેલું હિસાનો ગુનો નોંધાવ્યો હતો. આ ગુનાની તપાસ ડીંડોલી પોલીસ મથકના મહિલા સબ ઇન્સ્પેકટર કરતા હતા. જો કે આરોપી પોલીસ તપાસમાં કોઈ સહયોગ આપ્યો ન હતો અને પોલીસ વિરુદ્ધ જ ખોટી અરજીઓ કરી હતી અને આ ગુનામાં પોલીસને સાથ સહકાર આપવાના બદલે તે નાસતો ફરતો હતો. આરોપીએ ગુનામાં બચવા આગોતરા જામીનની અરજી મૂકી હતી. જેમાં તેની બહેન અને માતા-પિતાના આગોતરા જમીન મંજૂર થયા હતા. જ્યારે આરોપીના જમીન નામંજૂર થયા હતા. તેમ છતાં તે પોલીસમાં હાજર થયો ન હતો અને પોલીસથી બચવા તે નાસતો ફરતો હતો.

પોલીસની વર્દી ઉતારવાની આપી હતી ધમકી
આરોપીની ધરપકડ માટે મહારાષ્ટ્ર, ઉતરપ્રદેશમાં પણ તપાસ કરવામાં આવી હતી અને પોલીસે આરોપીના માતા - પિતાની ધરપકડ કરી સ્થળ પર જ જમીન પર મુક્ત કર્યા હતા. આથી આરોપીએ મહિલા PSIને મોબાઈલ ફોન પર ગાળાગળી કરી હતી એટલું જ નહીં મહિલા PSIને તારી વર્દી પણ ઉતારી નાંખીશ એવી ધમકીઓ પણ આપી હતી. જેથી મહિલા PSIએ ડીંડોલી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. આ ગુનામાં પણ આરોપી ફરાર હતો અને તેને પકડવા માટે મુંબઈમાં પણ તપાસ કરાઈ હતી અને પોલીસે આખરે તેને મધ્યપ્રદેશથી તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા તેને પકડીને સુરત લાવવામાં આવ્યો હતો. એટલું જ નહીં આરોપી ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ ફોન કરી ધમકીઓ આપતો હોવાનું બહાર આવ્યું હતું.

આ પણ વાંચો: Suspicious Dead Body : સુરત વરાછા મીની બજારમાં મૃતદેહ મળી આવ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.