બારડોલી: મહુવા તાલુકાના વસરાઈ ગામમાં રાત્રે મકાન ધરાશાયી થતાં અંદર સુતેલી માતા-પુત્રી દટાઈ ગયા હતા. આખી બંને કાટમાળમાંથી બહાર નીકળી શક્યા ન હતા. સવારે પાંચ વાગ્યે સ્થાનિકોએ બંનેને બહાર કાઢ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ ગયા હતા. હાલ તેમની નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
"આ મકાન રાત્રે 12 વાગ્યા બાદ તૂટી પડ્યું હતું. અમને સવારે 5 વાગ્યે જાણ થતા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી અંદર દબાઈ ગયેલ માતા-પુત્રીને બહાર કાઢી હોસ્પિટલ ખસેડયા હતા" -- રીંકલબેન પટેલે (ગામના સરપંચ)
હોસ્પિટલ ખસેડવામાં આવ્યા: માતા પુત્રી આખી રાત દબાઈ રહ્યા સુરત જિલ્લાના મહુવા તાલુકાના વસરાઈ ગામમાં રહેતી બબલીબેન ગમનભાઈ નાયકા (65) તેની પુત્રી રેખા (42) સાથે રહે છે. બુધવારે રાત્રે જમ્યા બાદ બંને સૂઈ ગયા હતા. રાત્રે અવિરત વરસાદને કારણે લગભગ 12.30 વાગ્યા પછી તેનું ઘર તૂટી પડ્યું હતું. આખી રાત મા-દીકરી બંને કાટમાળ નીચે દટાયા હતા. સ્થાનિકોને સવારે 5 વાગ્યે ખબર પડતાં બચાવ કામગીરી આરંભી હતી. વરસાદના કારણે આસપાસના લોકોને મકાન ધરાશાયી થયાની ખબર પડી ન હતી. સવારે 5 વાગ્યે સ્થાનિક રહેવાસીઓને આ અંગેની જાણ થતાં તેઓએ બચાવ કામગીરી શરૂ કરી હતી. ગ્રામજનોએ મહામહેનતે બહાર કાઢ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સર્વેની કામગીરી: બંને માતા-પુત્રી નવસારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ગામના સરપંચ રિંકલબેન પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બંનેને બહાર કાઢીને અનાવલ રેફરલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ નવસારીની સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયા હતા. ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને વહીવટીતંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સર્વેની કામગીરી શરૂ કરી હતી. સ્થાનિક કેતન પટેલે જણાવ્યું હતું કે, ઘર તૂટી જતા તમામ ઘર વખરી અને અનાજ વરસાદથી ખરાબ થઈ ગયું છે. સરકાર દ્વારા તેમને સહાય આપવામાં આવે એવી અમારી માગ છે.